Banaskanthaના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 36 લાખના માવાનો જથ્થો સિઝ
ડીસામાંથી શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 36 લાખની કિંમતનો માવાનો જથ્થો સીઝ કર્યો છે.તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે બજારમાં ભેળસેળયુક્ત મીઠાઈનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યભરમાં અખાદ્ય ચીજ વસ્તુઓ પકડવાની કામગીરી તેજ બનાવી છે. આરોગ્ય વિભાગના દરોડા ડીસામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં અખાદ્ય માવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય માવાનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે તપાસ હાથધરી હતી. જેમાં ડીસા પાલનપુર હાઇવે પર આવેલ શ્રી કેસર કોલ્ડ સ્ટોરેજમાં મુકેલો માવાના જથ્થાના સેમ્પલ લીધા હતા. માવાનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ₹36 લાખની કિંમતનો જથ્થો સીજ કર્યો હતો. શંકાસ્પદ માવાના સેમ્પલ આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી. એચ. પટેલે જણાવ્યું હતું કે, શંકાસ્પદ માવાના બે સેમ્પલ લેવાયા છે. જે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટના આવે ત્યાં સુધી માવાનો જથ્થો શંકાસ્પદ ગણી સીઝ કરવામાં આવ્યો છે.આગામી સમયમાં અન્ય જગ્યાઓ પણ ચેકિંગ કરવામાં આવશે અને જે વેપારીઓ ભેળસેળ કરતા હશે તેમની સામે દંડનીય અને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.ડેરીના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ભેળસેળીયા વેપારીઓ થયા બેફામ બનાસકાંઠામાં ભેળસેળીયા વેપારીઓ બેફામ થયા છે.ઘી માં અન્ય પદાર્થો ભેળસેળ કરીને ઘી ના જથ્થાનું વેચાણ થતુ હોવાની વાત સામે આવતા ફૂડ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી છે.ફૂડ વિભાગની બાતમી મળી હતી કે સાગર ઘીના નામે લેબલ બનાવીને બજારમાં ઘી નું વેચાણ કરવામાં આવે છે ત્યારે આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા અને કાર્યવાહી કરી હતી,સાથે સાથે ઘીના નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા,ત્યારે શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ડીસામાંથી શંકાસ્પદ માવાનો જથ્થો ઝડપાયો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 36 લાખની કિંમતનો માવાનો જથ્થો સીઝ કર્યો છે.તહેવારોની સિઝન આવી રહી છે ત્યારે બજારમાં ભેળસેળયુક્ત મીઠાઈનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રાજ્યભરમાં અખાદ્ય ચીજ વસ્તુઓ પકડવાની કામગીરી તેજ બનાવી છે.
આરોગ્ય વિભાગના દરોડા
ડીસામાં પણ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં અખાદ્ય માવાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.ડીસામાં કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય માવાનો જથ્થો પડ્યો હોવાની બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે તપાસ હાથધરી હતી. જેમાં ડીસા પાલનપુર હાઇવે પર આવેલ શ્રી કેસર કોલ્ડ સ્ટોરેજમાં મુકેલો માવાના જથ્થાના સેમ્પલ લીધા હતા. માવાનો જથ્થો શંકાસ્પદ જણાતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ₹36 લાખની કિંમતનો જથ્થો સીજ કર્યો હતો.
શંકાસ્પદ માવાના સેમ્પલ
આ અંગે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી ટી. એચ. પટેલે જણાવ્યું હતું કે, શંકાસ્પદ માવાના બે સેમ્પલ લેવાયા છે. જે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલ્યા છે. રિપોર્ટના આવે ત્યાં સુધી માવાનો જથ્થો શંકાસ્પદ ગણી સીઝ કરવામાં આવ્યો છે.આગામી સમયમાં અન્ય જગ્યાઓ પણ ચેકિંગ કરવામાં આવશે અને જે વેપારીઓ ભેળસેળ કરતા હશે તેમની સામે દંડનીય અને સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.ડેરીના ધંધા સાથે સંકળાયેલા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.
ભેળસેળીયા વેપારીઓ થયા બેફામ
બનાસકાંઠામાં ભેળસેળીયા વેપારીઓ બેફામ થયા છે.ઘી માં અન્ય પદાર્થો ભેળસેળ કરીને ઘી ના જથ્થાનું વેચાણ થતુ હોવાની વાત સામે આવતા ફૂડ વિભાગે દરોડા પાડી કાર્યવાહી કરી છે.ફૂડ વિભાગની બાતમી મળી હતી કે સાગર ઘીના નામે લેબલ બનાવીને બજારમાં ઘી નું વેચાણ કરવામાં આવે છે ત્યારે આરોગ્ય વિભાગે દરોડા પાડયા હતા અને કાર્યવાહી કરી હતી,સાથે સાથે ઘીના નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા,ત્યારે શું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું.