Arvalli News : અરવલ્લીના મેઘરજમાં હડકાયા શ્વાનનો આતંક, છેલ્લા બે દિવસમાં 30 લોકોને શ્વાને બચકા ભર્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લીના મેઘરજમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે, મેઘરજમાં છેલ્લા બે દિવસમાં શ્વાને 30 લોકોને બચકા ભર્યા છે, અને હડકાયા શ્વાનના આતંકથી સ્થાનિકોમાં ભય જોવા મળ્યો છે, અને નગરપાલિકા રખડતા શ્વાનને ઝડપી પાડે તેવી સ્થાનિકોની માગ છે, ઈજાગ્રસ્તોએ સરકારી હોસ્પિટલમાં સારવાર પણ લીધી છે.
બનાસકાંઠામાં પણ રખડતા શ્વાનનો આતંક
બનાસકાંઠાના ધાનેરામાં હડકાયા શ્વાને 13 લોકોને ભર્યા બચકા, શ્વાનના હુમલાથી 3 વર્ષની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે, બનાસકાંઠાના ધાનેરામાં હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે, કુંવારલા ગામે 13 લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા છે, કૂતરાએ હુમલો કરતા 3 વર્ષની બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે, 13 લોકોને શ્વાને બચકા ભરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે, હડકાયા શ્વાનના ત્રાસથી રાતભર જાગતા ગ્રામજનો.
જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?
સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.
ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.
તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.
પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?
તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.
તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.
તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..
જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.
જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.
આ પણ વાંચો : Botad News : બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારીની ડિજિટલ પહેલ, BOTRON રોબોટના માધ્યમથી SIRનું જાગૃતિલક્ષી અભિયાન
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

