Aravalliમાં ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ, 11 થી 18 નવેમ્બર સુધી જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અરવલ્લી જિલ્લામાં દેશના મહાન જનજાતિય નાયક ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિની ઉજવણીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ પવિત્ર અવસર પર જિલ્લામાં 'જનજાતિય ગૌરવ સપ્તાહ'ની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આ અંગેની સત્તાવાર માહિતી આપવા માટે જિલ્લા સેવા સદન ખાતે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ શ્રીમતી શોભના બારૈયા દ્વારા પત્રકાર પરિષદને સંબોધિત કરીને સમગ્ર સપ્તાહ દરમિયાન યોજાનાર વિવિધ આકર્ષક અને વિકાસલક્ષી કાર્યક્રમોની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
યુવા અને મહિલા સંમેલનોનું આયોજન
આ જનજાતિય ગૌરવ સપ્તાહ અંતર્ગત તારીખ 11 થી 18 નવેમ્બર દરમિયાન અરવલ્લી જિલ્લામાં વિવિધ જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે. આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, બલિદાન અને સંસ્કૃતિને ઉજાગર કરતા આ કાર્યક્રમોમાં વિશેષરૂપે યુવા સંમેલન, મહિલા સંમેલન તથા પ્રબુદ્ધ નાગરિક સંમેલનોનું આયોજન કરાયું છે. આ સંમેલનોના માધ્યમથી જનજાતિય સમાજના ઉત્થાન, સરકારી યોજનાઓની માહિતી અને સમાજનાં વિકાસ કાર્યો પર વિશેષ ભાર મૂકવામાં આવશે, જેથી છેવાડાના માનવી સુધી લાભ પહોંચી શકે.
વિકાસને મળશે નવો વેગ
આ ગૌરવ સપ્તાહ માત્ર સાંસ્કૃતિક ઉજવણી પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે શિક્ષણ અને માળખાકીય વિકાસનું પ્રતિક પણ બનશે. આ સપ્તાહ દરમિયાન જિલ્લામાં એકલવ્ય મોડેલ સ્કૂલના લોકાર્પણ અને નવા કાર્યો માટેના ભૂમિપૂજન પણ યોજાવાના છે. આ શૈક્ષણિક પહેલથી આદિવાસી વિસ્તારોના બાળકોને ગુણવત્તાસભર આધુનિક શિક્ષણ પ્રાપ્ત થશે. સાંસદ શોભના બારૈયાએ તમામ નાગરિકોને આ સપ્તાહના વિવિધ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં જોડાઈને ભગવાન બિરસા મુંડાને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને જનજાતિય ગૌરવના સહભાગી બનવા અનુરોધ કર્યો છે.
આ પણ વ્વાંચો : Panchmahal News : પશુપાલકો માટે ખુશખબર! પંચામૃત ડેરીએ દૂધના ફેટના ભાવમાં કિલોએ 20 રૂપિયાનો કર્યો મસમોટો વધારો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

