Aravalliના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, મેઘરજ અને માલપુરમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

Sep 12, 2026 - 16:00
Aravalliના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો, મેઘરજ અને માલપુરમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી વરસાદે ખેંચાણ આપતાં વિરામ લીધો હતો, તેવામાં આજે બપોર બાદ જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકામાં અચાનક વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા વરસાદથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

સુકાતા પાકોને મળ્યું નવું જીવતદાન 

અરવલ્લી પંથકમાં વરસાદ ખેંચાતાં ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ સેવાઈ રહી હતી. જોકે, આ સમયે જ મેઘરાજાએ મહેરબાની કરતાં મગફળી, સોયાબીન, મકાઈ સહિતના ઊભા પાકોને સંજીવની સમાન પાણી મળી ગયું છે. સુકાવાની આરે પહોંચેલા ખેતરોના પાકને નવું જીવતદાન મળતાં ખેડૂત આલમમાં ભારે આનંદ અને રાહતની લાગણી વ્યાપી ગઈ છે.

Megharaja's grand entry into Aravalli

સમગ્ર વાતાવરણમાં પ્રસરી આહલાદક ઠંડક 

છેલ્લા કેટલાક દિવસોથી અરવલ્લી જિલ્લામાં સૂર્યનારાયણના કોપ વચ્ચે અસહ્ય ગરમી અને બફારાથી લોકો બેહાલ બની ગયા હતા. ત્યારે મેઘરજ અને માલપુર પંથકમાં પડેલા આ વરસાદી ઝાપટાંને કારણે ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી સ્થાનિક નાગરિકોને મોટી રાહત મળી છે. વરસાદ પડતાં જ સમગ્ર વિસ્તારમાં ઠંડો પવન ફૂંકાવા લાગ્યો હતો અને વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0