Aravalli News: LCB પોલીસે બાઈક ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, 9 બાઈકો કબ્જે કરી બે આરોપીઓની કરી ધરપકડ

Jul 14, 2026 - 19:00
Aravalli News: LCB પોલીસે બાઈક ચોરીના રેકેટનો કર્યો પર્દાફાશ, 9 બાઈકો કબ્જે કરી બે આરોપીઓની કરી ધરપકડ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ને વાહન ચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી છે. પોલીસે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાંથી બાઈક ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે આરોપીઓ પોતાના મોજશોખ પૂરા કરવા માટે બાઈકોની ચોરી કરતા હતા અને ત્યારબાદ તેને સસ્તા ભાવે વેચી મારતા હતા. પોલીસે આ મામલે સપાટો બોલાવીને અલગ-અલગ જગ્યાએથી કુલ 9 ચોરીની બાઈકો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપીઓ પાસેથી બાઈકો રિકવર કરાયા

વાહન ચોરીના આ આખા નેટવર્કને તોડવા માટે પોલીસે બે અલગ-અલગ દરોડા પાડ્યા હતા. જેમાં ટીંટોઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પોલીસે એક સગીર વયના આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની 3 મોટરસાયકલ કબ્જે કરી હતી. જ્યારે આ કેસના અન્ય એક મહત્વના કડી સમાન આરોપીને રાજસ્થાનના સીમાલવડાથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ રાજસ્થાની આરોપી પાસેથી પોલીસે તપાસ દરમિયાન ચોરીની અન્ય 6 બાઈકો રિકવર કરી છે.

પોલીસે ગુનો નોંધીને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા

અરવલ્લી LCB દ્વારા ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ ટોળકીએ અમદાવાદ અને અરવલ્લી સિવાય અન્ય કયા-કયા શહેરોમાં વાહન ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે, તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. આ સાથે જ ચોરીના વાહનો ખરીદનારા અન્ય ગ્રાહકો કોણ છે તેની પણ શોધખોળ શરૂ કરાઈ છે. પોલીસે વાહન ચોરીના બે ગુનાઓ શોધી કાઢીને ગુનેગારો સામે જેલના સળિયા પાછળ ધકેલવાની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0