Aravalli News: મોડાસા નગરપાલિકામાં ગ્રામપંચાયતને સમાવવા મુદ્દે કલેક્ટર કચેરીમાં લોકોનો હોબાળો, ટોળા અને પોલીસ વચ્ચે ઝપાઝપી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાત સરકારે મોડાસા નગર પાલિકામાં ગ્રામ પંચાયતોના સમાવેશ માટે સરકાર દ્વારા વટહુકમ કરવામાં આવ્યો હતો. આ વટહુકમનો આજે લોકોએ વિરોધ કર્યો હતો. મોડાસા કલેક્ટર કચેરી ખાતે પાંચસોથી વધુ લોકોનું ટોળુ રેલી સ્વરૂપે આવ્યું હતું અને સરકારના વટહુકમને રદ કરવા રજૂઆત કરી હતી. આ દરમિયાન પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી.
સરકારના વટહુકમને રદ કરવા માગ કરી
મોડાસા નગરપાલિકામાં ગ્રામ પંચાયતોના સમાવેશનો મુદ્દે વધુ વકર્યો હતો. સબલપુરા ગામના 500થી વધુ લોકોનું ટોળુ કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું. રસ્તા પર રેલી સ્વરૂપે આવી રહેલા ટોળાને કાબુમાં રાખવા માટે પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી. ગામના લોકોએ કલેક્ટર કચેરી ખાતે ગ્રામ પંચાયતને નગરપાલિકામાં સમાવવા અંગેના સરકારના વટહુકમને રદ કરવા માગ કરી હતી. ગામમાં 22 હજારની વસતી હોવાથી સરકારના વટહુકમને રદ કરવા માગ કરવામાં આવી હતી.
ટોળા અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો
આ દરમિયાન લોકોના ટોળા અને પોલીસ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતાં. મોડાસા કલેક્ટર કચેરી ખાતે ડીવાયએસપી અને પીઆઈ સહિતનો કાફલો તૈનાત કરી દેવાયો હતો. લોકોએ નગરપાલિકામાં ગ્રામ પંચાયતના સમાવેશ અંગેના વટહુકમને રદ કરવા માગ કરી હતી. આ દરમિયાન પ્રાંત અધિકારી દ્વારા લોકોને સમજાવાયા હતાં. પરંતુ લોકોએ તાત્કાલિક અસરથી વટહુકમને રદ કરવા માગ કરી હતી. ગ્રામજનોએ 24 કલાકમાં નિર્ણય લેવા અલ્ટિમેટમ આપ્યું હતું.
What's Your Reaction?






