Aravalli News : મોડાસાની પહાડપુર સેવા મંડળીમાં 20 લાખની ઉચાપતનો આક્ષેપ, ખેડૂતો રોષે ભરાયા

Jun 15, 2026 - 16:30
Aravalli News :  મોડાસાની પહાડપુર સેવા મંડળીમાં 20 લાખની ઉચાપતનો આક્ષેપ, ખેડૂતો રોષે ભરાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લી જિલ્લામાં મોડાસાની પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોના નામે ખોટું ધિરાણ લીધું હોવાનો ગંભીર આક્ષેપ થયા બાદ હોબાળો થયો હતો. આ મંડળીના સત્તાધિશો સામે ગેરરીતિના આક્ષેપો બાદ ખેડૂતોએ હોબાળો કર્યો હતો. ખેડૂતોએ આ મંડળીમાં 20 લાખ રૂપિયાથી વધુ રકમની ઉચાપત કરી હોવાનો દાવો કર્યો છે. ખેડૂતોએ ગામમાં ભારે સુત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. સેવા મંડળીના શટર બંધ કરીને વિરોધ નોંધાવ્યો હતો.  

મંડળીના શટર બંધ કરીને ભારે સુત્રોચ્ચાર કર્યો

મોડાસાની પહાડપુર સેવા મંડળીમાં ખેડૂતોએ ઉચાપત થઈ હોવાનો ગંભીર આક્ષેપ કરીને હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોના નામે ખોટું ધિરાણ લીધું હોવાનો મંડળીના સત્તાધિશો સામે આક્ષેપ થયો છે. આ ઉપરાંત ખેડૂતોએ એવો પણ દાવો કર્યો છે કે, મંડળીમાં 20 લાખથી વધુ રૂપિયાની ઉચાપત કરવામાં આવી છે. ખેડૂતોએ સમગ્ર બાબતે ગામમાં રેલી કાઢી હતી. મંડળીના શટર બંધ કરીને ભારે સુત્રોચ્ચાર કર્યો હતો.  

મંડળીના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો 

રેલી કાઢી ખેડૂતોએ મંડળીના સત્તાધીશો સામે ગંભીર આક્ષેપો કર્યા હતાં. જેમાં મંડળીમાં ખોટી કમિટી રચીને ગેરરીતિ કરાઈ હોવાનો પણ આક્ષેપ કર્યો છે. સમગ્ર ઉચાપતની તપાસ માટે માગ કરવામાં આવી છે. ખેડૂતોએ મોડાસા પોલીસ અને જિલ્લા રજિસ્ટ્રારને અરજી કરવામાં આવી છે. આ બનાવમાં ઝડપીથી તપાસ થાય અને ખેડૂતોના પૈસા સલામત રહે તેવી પણ માગ કરવામાં આવી છે. 

આ પણ વાંચોઃ Ahmedabad: વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ તાપમાનનો પારો ઊંચો રહેશે, અસહ્ય ગરમીથી હાલમાં કોઈ રાહત નહીં મળે



What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0