Aravalli News: મેઘરજમાં ખેડૂતોનો રોષ ફાટ્યો, પાણી અને દેવા માફીની માગ સાથે વિશાળ રેલી યોજી

Nov 26, 2026 - 17:00
Aravalli News: મેઘરજમાં ખેડૂતોનો રોષ ફાટ્યો, પાણી અને દેવા માફીની માગ સાથે વિશાળ રેલી યોજી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં ખેડૂતોના વિવિધ પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગુજરાત કિસાન સભાની આગેવાની હેઠળ સેંકડો ખેડૂતોએ એકત્ર થઈને વિશાળ રેલી કાઢી હતી અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ખેડૂતોની આ ઉગ્ર રજૂઆતને કારણે સ્થાનિક તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે.

પીવાના પાણી અને 'નલ સે જલ' યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપો

મેઘરજ વિસ્તારમાં લાંબા સમયથી પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર અછત પ્રવર્તી રહી છે, જેના કારણે ખેડૂતો અને ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. આંદોલન દરમિયાન ખેડૂતોએ સરકારની મહત્વકાંક્ષી 'નલ સે જલ' યોજનામાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાના ગંભીર આક્ષેપો કર્યા હતા. કાગળ પરની યોજનાઓ જમીન પર નિષ્ફળ સાબિત થતી હોવાનો રોષ ખેડૂતોએ વ્યક્ત કર્યો હતો.

જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવા અને દેવા માફીની માગ

વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ અરવલ્લી જિલ્લાને સત્વરે 'અછતગ્રસ્ત' જાહેર કરવાની પ્રબળ માગ કરી છે. આ ઉપરાંત, નિષ્ફળ ગયેલા પાકનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોના તમામ દેવા માફ કરવામાં આવે તેવી માંગણીઓ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગુજરાત કિસાન સભાના આગેવાન ડી. આર. જાદવ અને સ્થાનિક ખેડૂત મહેશભાઈ ડામોરે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, જો સમયસર પ્રશ્નો નહીં ઉકેલાય તો આંદોલન વધુ ઉગ્ર બનશે.


આગામી સમયમાં પશુઓ સાથે ધરણાં કરવાની ચીમકી

ખેડૂતો દ્વારા પ્રશાસનને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે, જો તેમની માંગણીઓનો સત્વરે સ્વીકાર કરવામાં નહીં આવે અને પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે, તો આગામી દિવસોમાં પશુઓ સાથે મામલતદાર કચેરીએ જઈને ધરણાં કરવામાં આવશે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આ આંદોલન સતત ચાલુ રાખવાની પણ જાહેરાત કરવામાં આવી છે.


આ પણ વાંચો: Aravalli News : શામળાજી મંદિરને 'વર્લ્ડ રેકોર્ડ ઓફ એક્સેલન્સ'નું સન્માન મળતા ભક્તોમાં ઉત્સાહનો માહોલ


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0