Ankleshwarમાં કન્સ્ટ્રક્શન સાઈટ પરની લિફ્ટ તૂટી, બાળકીનું થયું મોત

અંકલેશ્વરમાં કન્સ્ટ્રકશન સાઈટ પરથી લિફટ તૂટી પડતા રમતી બાળકીનું મોત થયું છે,લિફટની ટ્રોલી અચાનક ધરાશાયી થતા આ ઘટના બની હતી.ઓશિયાડ નગરમાં ચાલતી કન્ટ્રકશન સાઈટ પર આ ઘટના બની હતી,એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી છે,લિફટનો વાયર નબળો પડીને તૂટી પડતા આ ઘટના બની છે. લિફટ તૂટતા બાળકીનું મોત અંકલેશ્વરમાં કન્ટ્રકશન સાઈટ પર લિફટ તૂટતા બાળકીનું મોત થયું હોવાની વાત સામે આવી છે,બાળકી કન્ટ્રકશન સાઈટની નીચે રમી રહી હતી અને અચાનક લિફટનો વાયર તૂટયો હતો જેના કારણે બાળકી પર લિફટ પડી જયાં તેનું મોત થયું છે.બાળકીને સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજયું છે.પરિવારનો આક્ષેપ છે કે બિલ્ડરની ભૂલના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.અગાઉ પણ એક થી બે વાર લિફટ બગડવાની સમસ્યા સર્જાઈ હતી પરંતું કોઈએ ધ્યાન આપ્યું નથી. પોલીસે નોંધ્યો ગુનો અંકલેશ્વરમાં કન્સ્ટ્રકશન સાઈટ પરથી લિફટ તૂટી પડતા બાળકીનું મોત થયું છે,સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે તેમજ સીસીટીવી પણ જપ્ત કર્યા છે,બાળકીના માતા-પિતાના નિવેદન નોંધ્યા છે તેમજ સાઈટ પર જે શ્રમિકો કામ કરી રહ્યાં છે તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે,ત્યારે અગામી સમયમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું. ઘણીવાર ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે ઘણીવાર આવી ઘટનાઓ બની છે કે કન્સ્ટ્રક્શન સાઈટ બનતી હોય અને બિલ્ડીંગનો ભાગ અથવા તો લિફટ ધરાશાયી થતી હોય છે,ત્યારે આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તેને લઈ બિલ્ડરે પણ ધ્યાન રાખવાની જરૂર છે,આજે એક બાળકીનો ભોગ લેવાયો છે,ભવિષ્યમાં વધારે લોકો પણ આવી ઘટનાનો ભોગ બની શકે છે.

Ankleshwarમાં કન્સ્ટ્રક્શન સાઈટ પરની લિફ્ટ તૂટી, બાળકીનું થયું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અંકલેશ્વરમાં કન્સ્ટ્રકશન સાઈટ પરથી લિફટ તૂટી પડતા રમતી બાળકીનું મોત થયું છે,લિફટની ટ્રોલી અચાનક ધરાશાયી થતા આ ઘટના બની હતી.ઓશિયાડ નગરમાં ચાલતી કન્ટ્રકશન સાઈટ પર આ ઘટના બની હતી,એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી છે,લિફટનો વાયર નબળો પડીને તૂટી પડતા આ ઘટના બની છે.

લિફટ તૂટતા બાળકીનું મોત

અંકલેશ્વરમાં કન્ટ્રકશન સાઈટ પર લિફટ તૂટતા બાળકીનું મોત થયું હોવાની વાત સામે આવી છે,બાળકી કન્ટ્રકશન સાઈટની નીચે રમી રહી હતી અને અચાનક લિફટનો વાયર તૂટયો હતો જેના કારણે બાળકી પર લિફટ પડી જયાં તેનું મોત થયું છે.બાળકીને સારવાર મળે તે પહેલા તેનું મોત નિપજયું છે.પરિવારનો આક્ષેપ છે કે બિલ્ડરની ભૂલના કારણે આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.અગાઉ પણ એક થી બે વાર લિફટ બગડવાની સમસ્યા સર્જાઈ હતી પરંતું કોઈએ ધ્યાન આપ્યું નથી.


પોલીસે નોંધ્યો ગુનો

અંકલેશ્વરમાં કન્સ્ટ્રકશન સાઈટ પરથી લિફટ તૂટી પડતા બાળકીનું મોત થયું છે,સમગ્ર ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે અને બાળકીના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે,પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી છે તેમજ સીસીટીવી પણ જપ્ત કર્યા છે,બાળકીના માતા-પિતાના નિવેદન નોંધ્યા છે તેમજ સાઈટ પર જે શ્રમિકો કામ કરી રહ્યાં છે તેમના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે,ત્યારે અગામી સમયમાં શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું.

ઘણીવાર ગુજરાતમાં આવી ઘટનાઓ બને છે

ઘણીવાર આવી ઘટનાઓ બની છે કે કન્સ્ટ્રક્શન સાઈટ બનતી હોય અને બિલ્ડીંગનો ભાગ અથવા તો લિફટ ધરાશાયી થતી હોય છે,ત્યારે આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય તેને લઈ બિલ્ડરે પણ ધ્યાન રાખવાની જરૂર છે,આજે એક બાળકીનો ભોગ લેવાયો છે,ભવિષ્યમાં વધારે લોકો પણ આવી ઘટનાનો ભોગ બની શકે છે.