Ankleshwar: નર્મદા નદીમાં આવેલાં પૂરથી તારાજી જોવા મળી, કાંઠા વિસ્તારના 14 ગામમાં પાણી ફરી વળ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંકલેશ્વરમાં બે વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલાં પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ફરી વળતા શાકભાજીના પાકને વ્યાપક નુકશાન પહોંચ્યું છે. તેમજ ચોમાસુ પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. ભારે વરસાદથી ઉપરવાસમાંથી નદીમાં પાણી છોડાતા નદીઓ કાંઠા વટાવી ગામમાં પહોંચી છે. જેથી ગામડાઓમાં ભારે નુકસાની થઈ રહી છે.
અંકલેશ્વરમાં નર્મદા નદીના પાણી ઘૂસ્યા
અંકલેશ્વરમાં બેવડા માર વચ્ચે વરસાદી પાણી નિકાલ અટકવા સાથે નર્મદાના પાણી કાંઠા વિસ્તારના 14 ગામમાં ફરી વળ્યા હતા. ખાસ કરી જુના માંડવા બુઝર્ગ થી લઈને ગોલ્ડનબ્રિજ સુધીના પટમાં આવેલ 5થી વધુ ગામોની સીમમાં નર્મદાના પાણી પ્રવેશ્યા હતા. જે ખેતરમાં ઉભા પાક પર ફરી વાળવા સાથે ઉભા પાકનો દાટ વાળ્યો હતો. ધરતીપુત્ર ખેતરમાં પાણી ભરાવો થઈ જતા જઈ શક્તા નથી તેમજ બચેલો ઉભો પાક બચાવી શકે એમ નથી. અંકલેશ્વરના કાંસીયા, માંડવા, છાપરા, અંદાડા, ગડખોલ, નૌગામા સહીત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા.
ખેડૂતોના પાક પાણીમાં ગરકાવ થયા
જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનો પાક અપાતા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોને એક લાખ થી લઈ 5 થી 7 લાખ સુધીના નુકશાનનો અંદાજ છે. ભારે વરસાદથી ખેડૂતે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. સતત ખેતરમાં પાણી ભારય રહેતા ખેડૂતોને ઉભો પાક નષ્ટ થવાના આરે આવીને ઉભો છે. જો પાણી ખેતરોમાંથી વહેલા નહીં ઉતરે તો ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની આવે તેવુ લાગી રહ્યું છે.
What's Your Reaction?






