Anandના તારાપુર અને ખંભાત સહિતના ખેડૂતોને કેનાલમાં પાણી માટે ઉઠી માગ

આણંદના તારાપુર અને ખંભાત સહિત ભાલ પંથકની કેનાલોમાં પાણી એપ્રિલ મહિના સુધી આપવામાં આવે તેવી અહીંના હજારો ખેડૂતોની માંગ ઉઠવા પામી છે,જુઓ આ સૂકા ભટ્ટ ખેતરોને,ગત વર્ષે અહીં આ સુકી જમીનની અંદર મદમસ્ત લીલાછમ ઘઉંના પાકથી આ ખેતરો લહેરાતાં હતા અને હવે આ ખેતરો ઉનાળુ ડાંગરની ખેતી માટે તૈયાર કરવામાં આવ્યા છે, ડાંગરની ખેતીમાં પાણી તેની તાતી જરૂરિયાત છે અને એમાય જો ઉનાળું ડાંગર કરવી હોય તો પાણી વધુ જોઈએ અને અહીંના ખેડૂતો પાસે કેનાલ એ એક જ પર્યાય છે. પાકમાં જીવાતો કરે છે હુમલો હવે આ જરૂરિયાતને પહોંચી વળવા અહીંના ખેડૂતો સિંચાઈ વિભાગ તરફ મીટ માંડીને બેઠા છે ,ચોમાસામાં તારાપુર ખંભાત સહિતના ભાલ વિસ્તારમાં વધુ વરસાદના કારણે 65% ડાંગરનો પાક નિષ્ફળ થયો અને બચેલો જે પાક હતો એ પાકમાં પણ અહીં પરિપક્વતા અવસ્થાએ રોગ અને જીવાતનો એવો હુમલો થયો કે ચોમાસું ડાંગરની ખેતીમાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેચવાનો વારો આવ્યો. પાણી નથી મળતુ ખેડૂતોને હવે વધુ વરસાદના કારણે અહીંયાની જમીનોમાં સમયસર પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રવી ખેતીની સિઝન એક મહિનો મોડો થઈ છે ,મતલબ કે સમયસર ઘઉંનું વાવેતર ખેડૂતો કરી શક્યા નથી જેના કારણે હવે અહીંયા ના 80% ખેતરોમાં ઉનાળુ ડાંગરની ખેતી કરવા માટે ખેડૂતો ધરુંવાળિયા નાખી દીધા છે અને અને પડતર ખેતરો ખેડીને જમીન તૈયાર પણ કરી દીધી છે પરંતું સામે સિંચાઈ વિભાગ તરફથી એક નિવેદન આવે છે કે ખેતી માટે અહીં ની કેનાલોમાં 15 માર્ચ 2025 સુધી જ પાણી આપવામાં આવશે ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવ્યો તો દૂધનો દાઝેલો છાસ ફૂંકીને પીવે તેમ ચોમાસું ડાંગર નિષ્ફળ જતાં અહીંના ખેડૂતો હવે ઉનાળું ડાંગરની રોપણી પહેલાં જ હવે સરકાર અને સિંચાઈ વિભાગ પાસે એક મહિનો વધુ પાણીની માંગ કરી રહ્યા છે તારાપુર અને ખંભાત સહિત ભાલ પંથક માં જો સમયસર અને સમય કરતાં વધારે પાણી છોડવામાં ન આવે તો તારાપુર અને ખંભાત કે જે ઘઉંની અને ડાંગરની ખેતી માટે પ્રચલિત વિસ્તાર છે આ વિસ્તારના હજારો ખેડૂતો ફરીથી પાયમાલ બની જશે,અને ખેડૂતોને ફરીથી નુકસાન વેઠવાનો વારો આવશે.  

Anandના તારાપુર અને ખંભાત સહિતના ખેડૂતોને કેનાલમાં પાણી માટે ઉઠી માગ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદના તારાપુર અને ખંભાત સહિત ભાલ પંથકની કેનાલોમાં પાણી એપ્રિલ મહિના સુધી આપવામાં આવે તેવી અહીંના હજારો ખેડૂતોની માંગ ઉઠવા પામી છે,જુઓ આ સૂકા ભટ્ટ ખેતરોને,ગત વર્ષે અહીં આ સુકી જમીનની અંદર મદમસ્ત લીલાછમ ઘઉંના પાકથી આ ખેતરો લહેરાતાં હતા અને હવે આ ખેતરો ઉનાળુ ડાંગરની ખેતી માટે તૈયાર કરવામાં આવ્યા છે, ડાંગરની ખેતીમાં પાણી તેની તાતી જરૂરિયાત છે અને એમાય જો ઉનાળું ડાંગર કરવી હોય તો પાણી વધુ જોઈએ અને અહીંના ખેડૂતો પાસે કેનાલ એ એક જ પર્યાય છે.

પાકમાં જીવાતો કરે છે હુમલો

હવે આ જરૂરિયાતને પહોંચી વળવા અહીંના ખેડૂતો સિંચાઈ વિભાગ તરફ મીટ માંડીને બેઠા છે ,ચોમાસામાં તારાપુર ખંભાત સહિતના ભાલ વિસ્તારમાં વધુ વરસાદના કારણે 65% ડાંગરનો પાક નિષ્ફળ થયો અને બચેલો જે પાક હતો એ પાકમાં પણ અહીં પરિપક્વતા અવસ્થાએ રોગ અને જીવાતનો એવો હુમલો થયો કે ચોમાસું ડાંગરની ખેતીમાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેચવાનો વારો આવ્યો.

પાણી નથી મળતુ ખેડૂતોને

હવે વધુ વરસાદના કારણે અહીંયાની જમીનોમાં સમયસર પાણીનો યોગ્ય નિકાલ ન થતાં રવી ખેતીની સિઝન એક મહિનો મોડો થઈ છે ,મતલબ કે સમયસર ઘઉંનું વાવેતર ખેડૂતો કરી શક્યા નથી જેના કારણે હવે અહીંયા ના 80% ખેતરોમાં ઉનાળુ ડાંગરની ખેતી કરવા માટે ખેડૂતો ધરુંવાળિયા નાખી દીધા છે અને અને પડતર ખેતરો ખેડીને જમીન તૈયાર પણ કરી દીધી છે પરંતું સામે સિંચાઈ વિભાગ તરફથી એક નિવેદન આવે છે કે ખેતી માટે અહીં ની કેનાલોમાં 15 માર્ચ 2025 સુધી જ પાણી આપવામાં આવશે

ખેડૂતને નુકસાન ભોગવવાનો વારો આવ્યો

તો દૂધનો દાઝેલો છાસ ફૂંકીને પીવે તેમ ચોમાસું ડાંગર નિષ્ફળ જતાં અહીંના ખેડૂતો હવે ઉનાળું ડાંગરની રોપણી પહેલાં જ હવે સરકાર અને સિંચાઈ વિભાગ પાસે એક મહિનો વધુ પાણીની માંગ કરી રહ્યા છે તારાપુર અને ખંભાત સહિત ભાલ પંથક માં જો સમયસર અને સમય કરતાં વધારે પાણી છોડવામાં ન આવે તો તારાપુર અને ખંભાત કે જે ઘઉંની અને ડાંગરની ખેતી માટે પ્રચલિત વિસ્તાર છે આ વિસ્તારના હજારો ખેડૂતો ફરીથી પાયમાલ બની જશે,અને ખેડૂતોને ફરીથી નુકસાન વેઠવાનો વારો આવશે.