Anandના જૂના બસ સ્ટેન્ડ પાસે જાહેરમાં મારામારી, બુરખાધારી યુવતી સાથે બોલાચાલી બાદ યુવક પર હુમલો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ શહેરમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા જૂના બસ સ્ટેન્ડ વિસ્તારમાં જાહેરમાં મારામારીની ઘટના બની હતી. પ્રાપ્ત વિગતો મુજબ, એક યુવકને અચાનક જ એક બુરખાધારી યુવતી સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ ગઈ હતી, જેનો મામલો એટલો વધી ગયો કે ત્યાં બે અજાણ્યા યુવકો ધસી આવ્યા હતા. આ યુવકોએ કોઈ પણ જાતની સ્પષ્ટતા સાંભળ્યા વિના યુવક પર હુમલો કરી દીધો હતો અને તેને જાહેરમાં માર મારવાનું શરૂ કર્યું હતું.
જીવ બચાવવા યુવક દોડીને ભાગી છૂટ્યો
આ બોલાચાલી બાદ આવેશમાં આવેલા બે યુવકોએ યુવકને મુક્કા અને લાતો વડે બેફામ માર માર્યો હતો. જાહેરમાં રોડ પર ચાલી રહેલી આ હિંસા અને મારામારીના કારણે આસપાસના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પોતાની જાનનું જોખમ જોઈને પેલા યુવકે ત્યાંથી જીવ બચાવવા માટે દોડીને ભાગી જવું પડ્યું હતું. દિનદહાડે અને જાહેરમાં બનેલી આ ઘટનાથી આસપાસના દુકાનદારો અને રાહદારીઓમાં ભારે અફરાતફરી તથા ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.
મારમારી પાછળનું કારણ અકબંધ
આ સમગ્ર ઘટના શા માટે બની અને યુવકને મારવા પાછળનું અસલી કારણ શું હતું તે હજુ સુધી અકબંધ અને રહસ્યમય રહ્યું છે. જો કે, આ મામલે પ્રાથમિક ચર્ચાઓ મુજબ કોઈ અંગત અદાવત કે અન્ય કોઈ કારણ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાહેર માર્ગો પર આ પ્રકારે અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતી ગુંડાગીરી અને બેફામ મારામારીની ઘટનાઓથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પોલીસે આ મામલે સીસીટીવી ફુટેજ કે અન્ય માધ્યમોથી તપાસ કરીને જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાગ ઉઠી છે.
આ પણ વાંચો : Gir Somnathમાં કોડીનાર પોલીસની મોટી કાર્યવાહી, 16 વર્ષથી ફરાર છેતરપિંડીનો આરોપી ઝડપાયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

