Anand : સરદાર પટેલ યુનિ.ના ત્રિ-દિવસીય યુવક મહોત્સવનું રંગેચંગે સમાપન
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
25
સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા આયોજિત ત્રિ-દિવસિય યુવક મહોત્સવનું સમાપન કરવામાં આવ્યુ છે. અંતિમ દિવસે વિજેતા ટીમ એન.એસ.પટેલ આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓને સુરજબેન ફેમેલી ટ્રષ્ટ, ફોર્ડ હાઉસ આણંદ અને રનર્સ-અપ રમા મનુભાઇ દેસાઇ કોલેજ ઓફ મ્યુઝીક એન્ડ ડાન્સના છાત્રોને સ્વ પરષોત્તમદાસ છોટાભાઇ પટેલ ટ્રોફી યુનિવર્સિટીના કુલપતિ ડૉ.નિરંજન પટેલ, અભયસિંહ રાઠોડ દ્વારા એનાયત કરવામાં આવી હતી. આ પ્રસંગે લોક કલાકાર અભયસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે કોલેજના દિવસો યાદ આવી ગયા. નૃત્ય માટે કહેવાયુ કે એક નૂર આદમી હજાર નૂર કપડા લાખ નૂર નખરા કરોડ નૂર નૃત્ય, કળાને પામે તે કલાકાર કહેવાય ચરોતરમાં જે કોઇ ઉગે તેને કોઇ ન પહોંચે. તેમ કહી ચરોતરના ખમીર સરદાર પટેલને તેઓએ યાદ કર્યા હતા. ત્યાર બાદ 8 મી ઓક્ટોબરના રોજ યુનિવર્સિટી દ્વારા આયોજિત રાસોત્સવ રાત્રી બીફોર નવરાત્રી લોગાનું લોન્ચીંગ કરવાનું આવ્યુ હતું. તેમજ આણંદના ભરતદાન ગઢવીના નવરાત્રી માટેના ફોકફ્યુઝન આલ્બમ અલા લીલા વાંસળીયાનું પણ અનાવરણ કરવામાં આવ્યુ હતું. ત્રણ દિવસ ચાલેલા યુવક મહોત્સવમાં બન્ને જિલ્લાના કોલેજના યુવાનો અને યુવતીઓએ અનેક સ્પર્ધાઓમાં ભાગ લઇને અનોખી કળાઓ રજુ કરી હતી. ફોક ડાન્સ યુનિવર્સિટીના ઇપ્કોવાલા ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયો હતો. જેમાં દિવેલી, મિશ્ર, રાસ, ગોફ, રાસ, હરિયાણવી નૃત્ય, ગરબી જેવા પારંપરીક નૃત્યોએ રમઝટ બોલાવી હતી. અંતિમ દિવસે રજિસ્ટ્રાર ભાઇલાલ પટેલે ત્રણ દિવસ ચાલેલા મહોત્સવનો અહેવાલ રજુ કર્યો હતો. યુથ ફેસ્ટિવલમાં 24 સ્પર્ધાઓમાં 124 ટીમોએ ભાગ લીધો હતો. સમગ્ર સ્પર્ધા દરમિયાન સૌથી વધુ પોઇન્ટ એન.એસ.પટેલ આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓએ મેળવતા તેઓની ટીમ વિજેતા જાહેર થઇ હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

