Anand: સરકારી દફ્તરે માત્ર 25 હજાર શ્વાનની ગણતરી કરવામાં આવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લામાં એસઆઇઆરની કામગીરી પૂર્ણ થયા બાદ અધિકારીઓ દ્વારા શ્વાનની ગણતરીની પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા છે. જિલ્લાના વિવિધ એકમો તેમજ જાહેર સ્થળોએ ગ્રામ્ય વિસ્તાર અને પરિસરમાંથી તંત્રના ચોપડે 25 હજાર શ્વાન નોંધાયા છે. જેમાં જિલ્લાના પીએચસીમાં 28, સીએચસી, જનરલ હોસ્પિટલમાં 42 મળી કુલ 70 શ્વાન આરોગ્ય કેન્દ્રોના ર્રિસરમાં ખુલ્યુ છે. શ્વાન ગણતરી આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી પરિસર, એસ.ટી. બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, ધાર્મિક સ્થળો સહિત અનેક સ્થળોએ શ્વાન નજરે પડયા છે. સુપ્રિમ કોર્ટના આદેશથી રખડતા શ્વાનના કેસ મુદ્દે જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને સચોટ ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. જો કે જિલ્લામાં શ્વાનની ઉંચી સંખ્યા વચ્ચે 25 હજાર શ્વાનની ગણતરી દફતરે નોંધાઇ છે.
આણંદ જિલ્લાના વહીવટીતંત્રના અધિકારી કર્મચારીઓ સતત ચાલતી અનેક પ્રકારની કામગીરીથી ત્રાહીમામ પોકારી ઉઠયા છે. સરની કામગીરી પૂર્ણ થતા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ, વસ્તી ગણતરીની કામગીરી સહિત સતત વધતા જતા કામગીરીના ભારણથી કર્મચારીઓની કફોળી સ્થિતિ થઇ છે. ત્યારે રાજ્ય સરકારના આદેશથી સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામુહિક આરોગ્ય કેન્દ્રોના પરિસરમાં રેહેલા શ્વાનોની ગણતરી કરવાની જવાબદારી આરોગ્ય કર્મચારીઓને સોંપવામાં આવી હતી. ત્યારે સમગ્ર જિલ્લામાં ગ્રામ પંચાયત પરિસર, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, રમતગમત સંકુલો, કોમ્યુનિટિ હોલ, બાગ બગિચા, વારીગૃહ, ગોડાઉન સહિતની અનેક ઇમારતોમાં શ્વાનની ગણતરી કરવામાં આવી છે. જિલ્લામાં અત્યાર સુધી 25 હજાર શ્વાનની ગણતરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. તદ્ઉપરાંત શહેરી વિસ્તારમાં નગરપાલિકા અને મહાનગરપાલિકામાં શ્વાનની ગણતરી પૂર્ણ કરાઇ છે. જો કે કામગીરી પૂર્ણ થતા રખડતા શ્વાનના ખસીકરણ કર્યા બાદ શ્વાનની સંખ્યાને નિયંત્રણ કરવાનો પ્રયાશ કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

