Anand : વિદ્યાનગરમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા, 'બુલેટ ટ્રેન'ના પાટિયાવાળી ગાડીમાં વિદેશી દારૂની હેરાફેરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
શિક્ષણનગરી તરીકે ઓળખાતા આણંદના વિદ્યાનગર વિસ્તારમાં દારૂબંધીના કાયદાના ખુલ્લેઆમ ધજાગરા ઉડતી ઘટના સામે આવી છે. અહીંના બાકરોલ વિસ્તાર પાસેથી પસાર થઈ રહેલી એક બેફામ કારચાલક અને તેની સાથેના યુવકને સ્થાનિક નાગરિકોએ શંકાના આધારે અટકાવ્યા હતા. કારચાલક નશાની હાલતમાં હોવાના સ્થાનિકોએ ગંભીર આક્ષેપો કર્યા હતા.
કારમાંથી દારૂની બોટલ મળી આવી
આશ્ચર્યજનક બાબત તો એ છે કે રાજસ્થાન પાસિંગની આ શંકાસ્પદ કાર પર "On Duty Bullet Train" લખેલું એક સરકારી જેવું પાટિયું પણ મળી આવ્યું હતું, જેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા જાગી છે. જ્યારે સ્થાનિક લોકોએ કારની તલાશી લીધી, ત્યારે તેમાંથી દારૂની બોટલો પણ મળી આવી હતી, જેનાથી લોકોનો રોષ સાતમા આસમાને પહોંચી ગયો હતો.
112 પર જાણ, પોલીસે તપાસ શરૂ કરી
ઉશ્કેરાયેલા સ્થાનિક લોકોએ કાયદો હાથમાં લઈને બંને યુવકોને રોકીને સારો એવો 'મેથીપાક' ચખાડ્યો હતો. આ મામલે તાત્કાલિક 112 નંબર પર પોલીસને ફોન કરીને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે કાર જપ્ત કરીને બંને યુવકો સામે કાયદેસરની સઘન તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Monsoon News : રાજકોટમાં શાળા નજીક વૃક્ષ ધરાશાયી, જ્યોતિનગર ચોક પાસે બની ઘટના
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

