Anand: રેલવે તંત્રના પાર્કિંગની જગ્યાનો વિવાદ, બે વર્ષથી કબજો જમાવી દેવાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ શહેરના રેલ્વે સ્ટેશનના પાર્કિંગની જગ્યા ઉપર રેલ્વે વિભાગે છેલ્લા બે વર્ષથી કબજો જમાવ્યો હોય મનપા દ્વારા તત્કાલિન રાહે પાર્કિંગની જગ્યાનો કબજો મેળવવામાં આવે તેવી માંગ ઉઠી છે. તત્કાલિન નગરપાલિકાના સત્તાધિશોએ રેલ્વે વિભાગ દ્વારા પાર્કિંગ માટે જગ્યા પુનઃ ભાડા પટ્ટે આપવા માટે માંગ કરી હતી. પરંતુ સામાન્ય સભામાં રજુ કરેલો પ્રસ્તાવ રદ થવા છતા રેલ્વે વિભાગ દ્વારા ભાડે આપવામાં ન આવી હોવા છતા જગ્યા ઉપર કબજો રાખી ભાડુ વસુલતા હોવાની વાત સામે આવી છે. તેવા સંજોગોમાં મહાનગરપાલિકા દ્વારા જગ્યાનો કબજો પરત મેળવવો જોઇએ તેવી ચર્ચાઓએ જોર પકડયુ ચે. આણંદ રેલ્વે સ્ટેશન પાસેના ટી.પી.1 માં આવેલ 1500 ચોરસ મીટર જગ્યા રેલ્વે વિભાગને અગાઉના નગરપાલિકાના શાસકોએ નજીવા દરે 9 વર્ષના કરારથી પાર્કિંગ માટે જગ્યા ફાળવવામાં આવી હતી.
જેનો કરાર પૂર્ણ થયે બે વર્ષથી પરવાનગીની વિના ભાડાપટ્ટા રીન્યુ કર્યા વિના રેલ્વેતંત્રએ જગ્યા ઉપર કબજો રાખીને પાર્કિંગના ખાનગી કોન્ટ્રેક્ટર પાસેથી તગડુ ભાડુ વસુલી રહ્યા છે. ત્યારે મહાનગરપાલિકાના અધિકારીઓએ આ મુદ્દે નોટિસ ઇશ્યુ કરી હોવાનું જણાવી નક્કર કામગીરી કરવાના સ્થાને ફક્ત કાગળના ઘોડે કામગીરી કરતા સ્થાનિકકક્ષાએ મહાનગરપાલિકાની બેવડી નીતિ-રીતિની ટીકા થઇ રહી છે. રેલ્વેના પાર્કિંગ વિભાગમાં વેન્ડરઝોન ફાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

