Anand: અમેરિકામાં રહેતા વૃદ્ધોને ધમકાવી ડોલર પડાવતી ટોળકી ઝડપાઈ

9 શખ્સોએ એક કરોડ કરતા વધુ રકમ પડાવી પામોલનો જયમીન અમે મિહિર સૂત્રધાર હોવાની શંકા બે આરોપીની ધરપકડ, અન્ય સાત ફરાર થયા અમેરિકામાં રહેતા વૃદ્ધોનો ડાર્ક વેબ થકી સંપર્ક કરી તેમને ધમકાવી તેમની પાસેથી ડોલર પડાવનારી ટોળકીએ બાકરોલ અને વલાસણમાં રહેતા બે ઈસમોએ તેમના ભારતીય ચલણમાં એક કરોડ કરતાં વધુ રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. વૃદ્ધોનું અપહરણ કરી માર મારતા આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે બે કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે. બાકરોલના ક્રિષ્નાપાલ રાજપુરોહિતનો સમાવેશ બાકરોલમાં રહેતા ક્રિષ્નાપાલ રાજપુરોહિતની પામોલ ખાતે રહેતા જયમીન ઉર્ફે પપ્પુ રબારી સાથે ચાર વર્ષ અગાઉ મુલાકાત થયેલ. અને ત્યારે પપ્પુ રબારીએ તેનું અમેરિકા ખાતે વેપારનું કામકાજ ચાલતું હતુ. જેથી તેની દરરોજ અપડેટ આપવા માટેની નોકરીની વાત કરતો હતી. જેમાં મોબાઈલ નંબર પર મેસેજ આવશે તે પ્રમાણે તે મેસેજ તેને જણાવવાના રહેશે તેમ કહ્યું હતું. એ પછી જયમીન ઉર્ફે પપ્પુએ તેને અમેરિકામાં કોઈ સંબંધી કે ઓળખીતું રહેતું હોય તો તેનો સંપર્ક કરી કેશ ડોલર પીક અપ અને ડ્રોપ કરવા પણ કહેલ. આ ડોલર પેટે કમિશન આપવાનું નક્કી થયું હતું. જેમાં ક્રિષ્નાપાલે તેના વલાસણ ખાતે રહેતા સમીર પટેલનો સંપર્ક કરવા કહેલ. સમીર પટેલે મોગરી ગામનો જોર્ડન કે જે હાલ અમેરિકામાં રહે છે, તેનો સંપર્ક આપ્યો હતો. એ પછી તેઓ વચ્ચે વ્હોટસએપથી વાત શરૂ થઈ હતી. વ્હોટસએપમાં અમેરિકા ખાતે કેશ ડોલર પીકઅપ અને ડ્રોપ કરવા માટે માણસો મળતા જ તેમણે કામકાજ શરૂ કર્યું હતું. 50 હજાર હવાલાથી લેવાના નક્કી થયું હતુંથોડા સમય અગાઉ 50 હજાર ડોલર ભારતમાં હવાલાથી લેવાના નક્કી થયું હતું. એ પછી એ જ દિવસે બીજા રૂપિયા એક લાખ રોકડા ડોલર મોકલ્યા હતા. અને અમેરિકામાં રહેતા લિયોએ તેને પીકઅપ કર્યા હતા. આ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ભારતમાં થયું નથી આ મળેલા તમામ પૈસાનું કોઈ ટ્રાન્ઝેક્શન ભારતમાં થયું નહોતું. જેને પગલે સમગ્ર બાબત અંગે ક્રિષ્નાપાલે જયમીનને વાત કરેલ. જયમીને મિહિર દેસાઈ આવશે એટલે જોઈ લેશે તેમ કહ્યું હતું. દરમિયાન, ગત 4 ઓગસ્ટના રોજ બપોરે 2-3 વાગ્યાની આસપાસ મિહિર દેસાઈ આણંદ આવ્યો હતો અને તેની સાથે અન્ય શખ્સ પણ હતા. એ સમયે તેઓએ ક્રિષ્નપાલને તેમની કારમાં બેસાડી લીધો હતો અને અમેરિકાથી આવેલા પૈસાની ઉઘરાણી કરી હતી. કારમાં રિયાઝ અમદાવાદી અને ધવલ પણ હતો બીજી એક કારમાં વલાસણથી સમીર પટેલને પણ તેની કારમાં બેસાડી દીધો હતો અને તેઓ તેને કરમસદ વિદ્યાનગરમાં લાવ્યા હતા. જ્યાં અજ્જુ ભરવાડ, કરણ માછી, વિશાલ ભરવાડ મળ્યા હતા. તેઓએ તેમને બેલ્ટથી માર માર્યો હતો અને ધમકી આપી તેઓને કારમાં ગોંધી રાખ્યા હતા. ઘટનાને લઈને ક્રિષ્નાપાલએ જયમીન ઉપરાંત મિહિર દેસાઈ, રિયાઝ અમદાવાદી, ધવલ ભુવાજી, અજ્જુ અને વિશાલ ભરવાડ, કરણ માછી, રિયાઝ તથા બે ડ્રાઈવર સામે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો. 50 હજાર ડોલર ભારતમાં હવાલાથી આવ્યા અમેરિકામાં રહેતા જોર્ડને પીકઅપ કરેલા કેશ ડોલર 50 હજાર ભારતમાં હવાલાથી લેવાના હોય તેના માટે જોર્ડન નામના વ્યક્તિએ ક્રિષ્નાપાલ પાસેથી આઈ કાર્ડ માં જે નામ હોય તે નામ, તેનો ભારતીય મોબાઈલ નંબર અને કોઈપણ એક ભારતીય નોટનો નંબર આપવાનું જણાવ્યું હતું. જે નામ અને ભારતીય નંબર મેસેજ કરી તેમજ તેની પાસેની 20 રૂપિયાની ભારતીય નોટનો ફોટો અમેરિકન વ્હોટસએપ બિઝનેસ નંબર જોર્ડનને મોકલી આપ્યો હતો. જોર્ડને એ સમયે એકાદ દિવસમાં આંગડિયામાંથી ફોન આવશે ત્યાં જઈને કેશ રિસીવ કરવા જણાવ્યું હતું. જેમાં શ્રીજી આંગડિયામાંથી કેશ મેળવવાનું કહ્યું હતું. જોકે, ક્રિષ્નાપાલ આપવામાં આવેલા સરનામે જતાં ત્યાં શ્રીજી આંગડિયાને બદલે પી.એમ. આંગડિયા હોઈ એ વખતે તેણે જોર્ડનનો સંપર્ક કર્યો હતો. પરંતુ તે ફોન જ રિસીવ કરતો નહોતો. આમ, સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. જયમીન ઉર્ફે પપ્પુએ પાંચ ટકા કમિશન આપવામાં કહ્યું આરોપી જયમીન ઉર્ફે પપ્પુએ ફરિયાદી ક્રિષ્નપાલને અમેરિકામાં જે યુવક કેશ ડોલર પીકઅપ અને ડ્રોપ કરશે તેને પાંચ ટકા કમિશન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે અહીં ઇન્ડિયામાં ક્રિષ્નપાલને એક ટકા રકમ કમિશન આપવાની લાલચ આપી હતી. હાલમાં તો વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદનાં આધારે SOG પોલીસે પામોલ ગામનાં જયમીન ઉર્ફે પપ્પુ રબારી અને કરમસદના વિશાલ ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભોપાભાઈ ભરવાડની ધરપકડ કરી અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. SOG પોલીસે આ બનાવમાં ત્રણ મોબાઇલ ફોન, એક ઈનોવા કાર, એક વાંસની લાકડી અને એક બેલ્ટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

Anand: અમેરિકામાં રહેતા વૃદ્ધોને ધમકાવી ડોલર પડાવતી ટોળકી ઝડપાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • 9 શખ્સોએ એક કરોડ કરતા વધુ રકમ પડાવી
  • પામોલનો જયમીન અમે મિહિર સૂત્રધાર હોવાની શંકા
  • બે આરોપીની ધરપકડ, અન્ય સાત ફરાર થયા

અમેરિકામાં રહેતા વૃદ્ધોનો ડાર્ક વેબ થકી સંપર્ક કરી તેમને ધમકાવી તેમની પાસેથી ડોલર પડાવનારી ટોળકીએ બાકરોલ અને વલાસણમાં રહેતા બે ઈસમોએ તેમના ભારતીય ચલણમાં એક કરોડ કરતાં વધુ રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતો. વૃદ્ધોનું અપહરણ કરી માર મારતા આ બનાવ અંગે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે બે કુખ્યાત આરોપીઓની ધરપકડ કરી વધુ પુછપરછ હાથ ધરી છે.

બાકરોલના ક્રિષ્નાપાલ રાજપુરોહિતનો સમાવેશ

બાકરોલમાં રહેતા ક્રિષ્નાપાલ રાજપુરોહિતની પામોલ ખાતે રહેતા જયમીન ઉર્ફે પપ્પુ રબારી સાથે ચાર વર્ષ અગાઉ મુલાકાત થયેલ. અને ત્યારે પપ્પુ રબારીએ તેનું અમેરિકા ખાતે વેપારનું કામકાજ ચાલતું હતુ. જેથી તેની દરરોજ અપડેટ આપવા માટેની નોકરીની વાત કરતો હતી. જેમાં મોબાઈલ નંબર પર મેસેજ આવશે તે પ્રમાણે તે મેસેજ તેને જણાવવાના રહેશે તેમ કહ્યું હતું. એ પછી જયમીન ઉર્ફે પપ્પુએ તેને અમેરિકામાં કોઈ સંબંધી કે ઓળખીતું રહેતું હોય તો તેનો સંપર્ક કરી કેશ ડોલર પીક અપ અને ડ્રોપ કરવા પણ કહેલ. આ ડોલર પેટે કમિશન આપવાનું નક્કી થયું હતું. જેમાં ક્રિષ્નાપાલે તેના વલાસણ ખાતે રહેતા સમીર પટેલનો સંપર્ક કરવા કહેલ. સમીર પટેલે મોગરી ગામનો જોર્ડન કે જે હાલ અમેરિકામાં રહે છે, તેનો સંપર્ક આપ્યો હતો. એ પછી તેઓ વચ્ચે વ્હોટસએપથી વાત શરૂ થઈ હતી. વ્હોટસએપમાં અમેરિકા ખાતે કેશ ડોલર પીકઅપ અને ડ્રોપ કરવા માટે માણસો મળતા જ તેમણે કામકાજ શરૂ કર્યું હતું.

50 હજાર હવાલાથી લેવાના નક્કી થયું હતું

થોડા સમય અગાઉ 50 હજાર ડોલર ભારતમાં હવાલાથી લેવાના નક્કી થયું હતું. એ પછી એ જ દિવસે બીજા રૂપિયા એક લાખ રોકડા ડોલર મોકલ્યા હતા. અને અમેરિકામાં રહેતા લિયોએ તેને પીકઅપ કર્યા હતા.

આ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન ભારતમાં થયું નથી

આ મળેલા તમામ પૈસાનું કોઈ ટ્રાન્ઝેક્શન ભારતમાં થયું નહોતું. જેને પગલે સમગ્ર બાબત અંગે ક્રિષ્નાપાલે જયમીનને વાત કરેલ. જયમીને મિહિર દેસાઈ આવશે એટલે જોઈ લેશે તેમ કહ્યું હતું. દરમિયાન, ગત 4 ઓગસ્ટના રોજ બપોરે 2-3 વાગ્યાની આસપાસ મિહિર દેસાઈ આણંદ આવ્યો હતો અને તેની સાથે અન્ય શખ્સ પણ હતા. એ સમયે તેઓએ ક્રિષ્નપાલને તેમની કારમાં બેસાડી લીધો હતો અને અમેરિકાથી આવેલા પૈસાની ઉઘરાણી કરી હતી.

કારમાં રિયાઝ અમદાવાદી અને ધવલ પણ હતો

બીજી એક કારમાં વલાસણથી સમીર પટેલને પણ તેની કારમાં બેસાડી દીધો હતો અને તેઓ તેને કરમસદ વિદ્યાનગરમાં લાવ્યા હતા. જ્યાં અજ્જુ ભરવાડ, કરણ માછી, વિશાલ ભરવાડ મળ્યા હતા. તેઓએ તેમને બેલ્ટથી માર માર્યો હતો અને ધમકી આપી તેઓને કારમાં ગોંધી રાખ્યા હતા. ઘટનાને લઈને ક્રિષ્નાપાલએ જયમીન ઉપરાંત મિહિર દેસાઈ, રિયાઝ અમદાવાદી, ધવલ ભુવાજી, અજ્જુ અને વિશાલ ભરવાડ, કરણ માછી, રિયાઝ તથા બે ડ્રાઈવર સામે વલ્લભવિદ્યાનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

50 હજાર ડોલર ભારતમાં હવાલાથી આવ્યા

અમેરિકામાં રહેતા જોર્ડને પીકઅપ કરેલા કેશ ડોલર 50 હજાર ભારતમાં હવાલાથી લેવાના હોય તેના માટે જોર્ડન નામના વ્યક્તિએ ક્રિષ્નાપાલ પાસેથી આઈ કાર્ડ માં જે નામ હોય તે નામ, તેનો ભારતીય મોબાઈલ નંબર અને કોઈપણ એક ભારતીય નોટનો નંબર આપવાનું જણાવ્યું હતું. જે નામ અને ભારતીય નંબર મેસેજ કરી તેમજ તેની પાસેની 20 રૂપિયાની ભારતીય નોટનો ફોટો અમેરિકન વ્હોટસએપ બિઝનેસ નંબર જોર્ડનને મોકલી આપ્યો હતો. જોર્ડને એ સમયે એકાદ દિવસમાં આંગડિયામાંથી ફોન આવશે ત્યાં જઈને કેશ રિસીવ કરવા જણાવ્યું હતું. જેમાં શ્રીજી આંગડિયામાંથી કેશ મેળવવાનું કહ્યું હતું. જોકે, ક્રિષ્નાપાલ આપવામાં આવેલા સરનામે જતાં ત્યાં શ્રીજી આંગડિયાને બદલે પી.એમ. આંગડિયા હોઈ એ વખતે તેણે જોર્ડનનો સંપર્ક કર્યો હતો. પરંતુ તે ફોન જ રિસીવ કરતો નહોતો. આમ, સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું.

જયમીન ઉર્ફે પપ્પુએ પાંચ ટકા કમિશન આપવામાં કહ્યું

આરોપી જયમીન ઉર્ફે પપ્પુએ ફરિયાદી ક્રિષ્નપાલને અમેરિકામાં જે યુવક કેશ ડોલર પીકઅપ અને ડ્રોપ કરશે તેને પાંચ ટકા કમિશન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું. જ્યારે અહીં ઇન્ડિયામાં ક્રિષ્નપાલને એક ટકા રકમ કમિશન આપવાની લાલચ આપી હતી. હાલમાં તો વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે નોંધાયેલી ફરીયાદનાં આધારે SOG પોલીસે પામોલ ગામનાં જયમીન ઉર્ફે પપ્પુ રબારી અને કરમસદના વિશાલ ભુપેન્દ્રભાઈ ઉર્ફે ભોપાભાઈ ભરવાડની ધરપકડ કરી અન્ય આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

SOG પોલીસે આ બનાવમાં ત્રણ મોબાઇલ ફોન, એક ઈનોવા કાર, એક વાંસની લાકડી અને એક બેલ્ટ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.