Anand News: સોજીત્રાના પીપળાવ ગામની હાઈસ્કૂલમાં ઘૂસ્યો 10 ફૂટનો મહાકાય મગર

Jul 24, 2026 - 18:00
Anand News: સોજીત્રાના પીપળાવ ગામની હાઈસ્કૂલમાં ઘૂસ્યો 10 ફૂટનો મહાકાય મગર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સોજીત્રા તાલુકાના પીપળાવ ગામમાં આવેલી હાઈસ્કૂલના પરિસરમાં અચાનક 10 ફૂટ લાંબો મહાકાય મગર ઘૂસી આવ્યો હતો. શાળાના કમ્પાઉન્ડમાં મગરને મુક્તપણે ફરતો જોઈને શાળા પરિવાર, વિદ્યાર્થીઓ તેમજ સ્થાનિક ગ્રામજનોમાં ભારે ભય અને ફફડાટનો માહોલ સર્જાયો હતો. ગામના મધ્યમાં આવેલી શાળામાં જ આવડો મોટો મગર આવી પહોંચતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તાત્કાલિક આ અંગે તંત્રને જાણ કરવામાં આવી હતી.

વન વિભાગ અને દયા ફાઉન્ડેશને હાથ ધર્યું રેસ્ક્યુ 

બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને વન વિભાગની ટીમ તેમજ 'દયા ફાઉન્ડેશન'ના સભ્યો તાત્કાલિક પીપળાવ હાઈસ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. વન વિભાગ અને દયા ફાઉન્ડેશનની ટીમે ભારે જહેમત અને સૂઝબૂઝ સાથે મગરને કાબૂમાં લેવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. દોરડા તેમજ ખાસ સાધનોની મદદથી મહાકાય મગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી પકડી પાડવામાં આવ્યો હતો.

મગરને કુદરતી આવાસમાં મુક્ત કરાયો

ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા બાદ આ 10 ફૂટના મગરને પાંજરામાં પૂરીને તેના સુરક્ષિત કુદરતી આવાસમાં મુક્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમયસર અને સફળ રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થતાં જ હાઈસ્કૂલ તંત્ર, વિદ્યાર્થીઓ અને સમગ્ર પીપળાવ ગામના લોકોએ મોટો રાહતનો શ્વાસ લીધો હતો. વન વિભાગ અને દયા ફાઉન્ડેશનની આ કામગીરીની ગ્રામજનોએ પ્રશંસા કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0