Anand News : મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો ન ભરનાર વધુ 15 દુકાનો કરવામાં આવી સીલ

Mar 27, 2026 - 22:30
Anand News : મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરો ન ભરનાર વધુ 15 દુકાનો કરવામાં આવી સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ મહાનગરપાલિકાના ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકી મિલકત વેરો ન ભરનાર સામે ખાસ ઝુંબેશ હાથ ધરી છે. આજે મહાનગરપાલિકાની ટેક્સ વિભાગની રિકવરી ટીમ દ્વારા બાકરોલ વિસ્તારમાં આવેલ આસ્થા એપાર્ટમેન્ટમાં આવેલ 15 દુકાનો દ્વારા રૂ. 1,19,849નો બાકી વેરો ભરપાઈ ન કરવાના કારણે તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવી છે.

મિલકત વેરો ભરવા અપીલ કરાઈ

આ ઉપરાંત મહાનગર પાલિકા વિસ્તારના અન્ય મિલકતો ધારકો પાસે થી બાકી વેરાની રકમ રૂ.89,631 વસૂલ કરવામાં આવી છે. કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જે મિલકત ધારકોનો મિલકત વેરો ભરવાનો બાકી છે, તેમણે આગામી 31મી માર્ચ 2026 સુધીમાં ભરી જવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે. જે મિલકત ધારકો 31 માર્ચ 2026 સુધીમાં મિલકત વેરો જમા નહીં કરાવે તેઓની સામે કાયદાની જોગવાઈ ને આધીન કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યુ છે.

આ પણ વાંચોઃ Gandhinagar : સરકારનું વૃક્ષારોપણ કાગળ પર લીલુંછમ, 738 કરોડના ખર્ચે વાવેલા 121 લાખ વૃક્ષો નાશ પામ્યા


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0