Anand News: ઉમરેઠના લાલ દરવાજા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, યુવક અને વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લાના ઉમરેઠ શહેરમાં આવેલા લાલ દરવાજા વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અહીં બે મોટરસાયકલ વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતાં બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને ઘટનાસ્થળે લોકોના મોટા ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
યુવક અને વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉમરેઠના લાલ દરવાજા પાસે એક બાઈક સવાર રોડ ક્રોસ કરી રહ્યા હતા, બરાબર તે જ સમયે સામેથી પૂરઝડપે આવી રહેલી અન્ય એક બાઈકે તેમને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત એટલો સ્પીડમાં હતો કે, બંને બાઈક સવાર રોડ પર ફંગોળાયા હતા.
આ દુર્ઘટનામાં એક યુવક અને એક વૃદ્ધ બંનેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઇમરજન્સી ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
તંત્ર સામે ભારે આક્રોશ
આ અકસ્માતને પગલે સ્થાનિક રહીશોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ઉમરેઠમાંથી પસાર થતા આ મુખ્ય ધોરી માર્ગ પર જરૂરી જગ્યાઓએ સ્પીડ બ્રેકર મૂકવામાં આવ્યા નથી. સ્પીડ બ્રેકરની અછતને કારણે વાહનચાલકો અહીં બેફામ ગતિએ વાહનો હંકારે છે, જેના લીધે આ વિસ્તારમાં અવારનવાર નાના-મોટા અકસ્માતો સર્જાય છે. સ્થાનિકોએ તંત્ર પાસે માગ કરી રહ્યા છે કે, આ રોડ પર વહેલી તકે સ્પીડ બ્રેકર બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ ટાળી શકાય.
આ પણ વાંચો - Anand News: ઉમરેઠમાં પાલિકાનું બુલડોઝર સતત બીજા દિવસે ફર્યું, 100થી વધુ દબાણો દૂર કરાયા
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

