Anand News: રવિવારની રજા માતમમાં ફેરવાઈ, મહિસાગર નદીમાં ન્હાવા પડેલા વેટરનરીના બે વિદ્યાર્થીઓ ડૂબ્યા

Apr 5, 2026 - 18:00
Anand News: રવિવારની રજા માતમમાં ફેરવાઈ, મહિસાગર નદીમાં ન્હાવા પડેલા વેટરનરીના બે વિદ્યાર્થીઓ ડૂબ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદના ખેરડા પાસે આવેલી મહિસાગર નદીમાં આજે રવિવારની રજા માણવા ગયેલા વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓ સાથે મોટી દુર્ઘટના સર્જાઈ છે. નદીમાં ન્હાવા પડેલા ચાર વિદ્યાર્થીઓ પૈકી બે યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે બીજા વિદ્યાર્થીની શોધખોળ હજુ પણ ચાલુ છે.

ઘટનાની વિગત

આણંદની વેટરનરી કોલેજની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા ચાર મિત્રો આજે રવિવારની રજા હોવાથી ખેરડા પાસે મહિસાગર નદીમાં ન્હાવા માટે આવ્યા હતા. ન્હાતા સમયે અચાનક પાણીના પ્રવાહમાં ચારેય વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાંથી બે વિદ્યાર્થીઓ કોઈક રીતે તરીને કિનારે આવવામાં સફળ રહ્યા હતા અને તેમનો આબાદ બચાવ થયો હતો. જોકે, અન્ય બે વિદ્યાર્થીઓ જોતજોતામાં ઊંડા પાણીમાં લાપતા થઈ ગયા હતા.

રેસ્ક્યુ ઓપરેશન અને ઓળખ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક તરવૈયાઓ અને તંત્રની ટીમ દોડી આવી હતી. ભારે જહેમત બાદ એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકની ઓળખ હિતેશ સગરામસિંહ ચૌધરી (ઉંમર વર્ષ 21) તરીકે થઈ છે. હિતેશનો મૃતદેહ મળતા જ તેના પરિવાર અને મિત્રવર્તુળમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

શોધખોળ ચાલુ

હજુ પણ એક વિદ્યાર્થી નદીના પાણીમાં લાપતા છે. સ્થાનિક તરવૈયાઓ દ્વારા નદીના પટમાં ઊંડે સુધી તપાસ કરવામાં આવી રહી છે. રવિવારની મોજ-મસ્તી અચાનક કરૂણતામાં ફેરવાઈ જતા વેટરનરી કોલેજમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. નદીમાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી રેસ્ક્યુ કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.


આ પણ વાંચો - Anand : ઉમરેઠમાં જામશે ત્રિપાંખિયો જંગ, ભાજપના બે દિગ્ગજો સહિત 3 ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્રો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0