Anand News: ખંભાતની પીપળોઈ પંચાયતનો તલાટી 6 હજારની લાંચ લેતા ACB છટકામાં ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના પીપળોઈ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી અને VCE ઓપરેટરને લાંચ લેતા એસીબીની ટીમે રંગેહાથ ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.સરકારી કામકાજ માટે લાંચની માંગણી કરનાર લાંચિયા કર્મચારીઓ સામે એસીબીએ કડક કાર્યવાહી હાથ ધરી છે.ફરિયાદીની ખેતીની જમીનના રેકોર્ડમાં વારસાઈ હક મુજબ નામ ચઢાવવા માટે પેઢીનામાની જરૂર હતી.આ કામ માટે ફરિયાદી પીપળોઈ ગ્રામ પંચાયત કચેરીએ ગયા હતા. જ્યાં તલાટી કૈવન શાહ અને VCE ઓપરેટર શૈલેષ મકવાણાએ પેઢીનામું બનાવી આપવાના બદલામાં 10 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.
પેઢીનામા માટે 10 હજારની માંગ, 8 હજારમાં સોદો
અરજદારે લાંચ આપવાની અનિચ્છા દર્શાવતા અંતે રકઝક બાદ લાંચની રકમ 8 હજાર રૂપિયા નક્કી કરવામાં આવી હતી.લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ આ અંગે આણંદ એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના આધારે એસીબીના પી.આઈ.આર.એન.વિરાણી અને તેમની ટીમે પીપળોઈ ગ્રામ પંચાયત કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકા દરમિયાન VCE ઓપરેટર શૈલેષ મકવાણાએ ફરિયાદી પાસેથી લાંચની રકમ સ્વીકારી હતી.
6 હજારની લાંચ લેતા ACB છટકામાં ઝડપાયો
તે સમયે તલાટી કૈવન શાહના કહેવાથી VCE ઓપરેટરે 2 હજાર રૂપિયા પરત આપ્યા હતા અને અંતે 6 હજાર રૂપિયાની લાંચની રકમ સ્વીકારતી વખતે બંને આરોપીઓને એસીબીની ટીમે રંગેહાથ દબોચી લીધા હતા.એસીબીની આ કાર્યવાહીને પગલે ગ્રામ પંચાયત કચેરીમાં ભારે દોડધામ મચી ગઈ હતી.એસીબીએ બંને આરોપીઓની અટકાયત કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Kutch News: સરહદે અભેદ્ય કિલ્લેબંધી, દરિયાકાંઠાના પીપરથી રોડાસર સુધી મરીન કમાન્ડોનું 5 કિમીથી વધુનું સઘન ફૂટ પેટ્રોલિંગ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

