Anand News : આણંદના પેટલાદમાં અકસ્માતમાં 2ના મોત, કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો

Mar 2, 2026 - 08:00
Anand News : આણંદના પેટલાદમાં અકસ્માતમાં 2ના મોત, કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદના પેટલાદમાં અકસ્માતમાં 2ના મોત થયા છે અને જંત્રાલ-વિરસદ રોડ પર અકસ્માત થયો હતો જેમાં કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, બાઇકચાલક હરેશનું ઘટના સ્થળે જ મોત નિપજયું છે અને અકસ્માતમાં 8 વર્ષની બાળકીનું પણ મોત થયું છે, પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

આણંદના પેટલાદમાં અકસ્માતની ઘટના

બોરસદ તાલુકાના જંત્રાલ-વિરસદ રોડ ઉપર થયેલા અકસ્માતમા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીનું મોત નીપજ્યું છે, અને ગઈકાલે સાંજે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, ગાડીના ચાલકે બાઈકને અડફેટે લેતા આ અકસ્માત થયો છે અને બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે, જ્યોત્સના બેન અને 8 વર્ષની પ્રિયાને ઈજાઓ થતાં પેટલાદ સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા.

બાળકીનું સારવાર દરમિયાન મોત થયું

તો બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે, અને બન્નેના મૃતદેહને પીએમ માટે ખસેડાયા છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે અને કાર ચાલકની પોલીસે ધરપકડ કરી છે, ઘટનાની જાણ થતાની સાથે લોકો મદદે દોડી આવ્યા હતા.


આ પણ વાંચો : Ahmedabad News : નોકરી માટે વિદેશ જતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો, અમદાવાદમાં મોટા ઇન્ટરનેશનલ વિઝા સ્કેમનો પર્દાફાશ થયો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0