Anand News : આણંદના ઉમરેઠમાં સામન્ય બાબતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, નવરાત્રિમાં સજાવટને લઇ બબાલ થઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
આણંદના ઉમરેઠમાં સામાન્ય બાબતમાં પથ્થરમારો થયો છે, મોટા ફળિયા મંદિર પાસે નવરાત્રિ સજાવટને લઇ બબાલ થઈ હતી અને બબાલ એટલી હદે વધી ગઈ કે પથ્થરમારો થયો હતો, પથ્થરમારામાં 3 મહિલા સહિત 2 પુરુષ ઈજાગ્રસ્ત થયા હતા અને પોલીસે તપાસ શરૂ કરી છે, હાલ પોલીસની એક ટીમ મંદિર પાસે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.
આણંદના ઉમરેઠમાં પથ્થરમારાની ઘટના
આણંદના ઉમરેઠમાં પથ્થરમારાની ઘટના બની છે જેમાં પથ્થરમારો થતા 3 મહિલા અને 2 પુરુષ ઈજાગ્રસ્ત થયા છે, તો બીજી તરફ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, એક જ ફળિયામાં રહેતા લોકો વચ્ચે મારામારી થઈ હોવાની વાત સામે આવી છે, ઈજાગ્રસ્તોને માથાના ભાગે ઈજા પહોંચી હોવાની વાત સામે આવી છે, તો ખંભળોજ પોલીસે સમગ્ર ઘટનામાં તપાસ શરૂ કરી છે અને બન્ને પક્ષે ફરિયાદ નોંધાય તેવી પણ શકયતાઓ રહેલી છે.
પથ્થરમારો થતો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ઓડ સુરીવાળી ભાગોળ, મોટા ફળીયા મંદિર પાસે પથ્થરમારો થયો હોવાની વાત સામે આવી છે, ઈજાગ્રસ્તોને નજીકના સરકારી દવાખાનામાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને ગરબા એક દિવસ માટે બંધ કરાવ્યા હતા, એક સાથે આટલા પથ્થર કયાંથી આવ્યા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે, મહત્વનું છે કે, આ પથ્થરમારો કરવાનો છે તેને લઈ પ્રિ-પ્લાન પણ થઈ શકયો હોઈ શકે છે બાકી આટલા પથ્થરો કયાંથી આવ્યા એક સાથે તે તપાસનો વિષય છે.
What's Your Reaction?






