Anand: મકાનમાં ત્રાટકી પરિવારને ધાક ધમકી આપી લૂંટ ચલાવનારી ટોળકી ઝડપાઇ

ટોળકી ઘરમાંથી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવતી લુંટના ગુનાઓ આચરતા આંતર રાજય ગુનેગારો હોવાનું ખુલ્યું પરષોત્તમભાઈ બુધાભાઈ રાઠોડની ફરીયાદનાં આધારે લૂંટનો ગુનો નોંધાયો આણંદ તાલુકાનાં અડાસ ગામની દામપુરા સીમમાં એક મકાનમાં ત્રાટકી પરિવારને ધાક ધમકીઓ આપી 1.48 લાખની મતાની લૂંટ ચલાવનારી લૂંટારૂ ટોળકીને વાસદ પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી છે. જેમાં ચાર લૂંટારૂઓની ધરપકડ કરી ઈકો કાર અને લૂંટમાં ગયેલા મુદ્દામાલ સહીત 4.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.  પરષોત્તમભાઈ બુધાભાઈ રાઠોડની ફરીયાદનાં આધારે લુંટનો ગુનો નોંધાયો અડાસ ગામની દામપુરા સીમમાં ખેતરમાં મકાન બનાવી રહેતા પરષોત્તમભાઇ બુધાભાઇ રાઠોડ પોતાનાં પરિવાર સાથે રાત્રીનાં સુમારે ઘરમાં સુઈ રહ્યા હતા. ત્યારે રાત્રીનાં એક વાગ્યાનાં સુમારે ચાર જેટલા લુંટારૂઓએ હાથમાં લાકડીઓ અને ધોકા સાથે ઘરમાં ઘુસીને પરષોત્તમભાઈ અને તેમનાં પરિવારજનોને ધાકધમકીઓ આપી પલંગમાં હલચલ કરી છે તો પગ તોડી નાખીસુ તેવી ધાકધમકીઓ આપી તીજોરીની ચાવી લઈ તીજોરીમાંથી સોનાનીચેન તેમજ 45 હજારની રોકડ રકમ તેમજ તેમની પત્નીનાં ગળામાંથી સોનાની ચેન ઝુંટવી અને નાક કાનનાં ઘરેણા ઉતરાવી કુલ 1.48 લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારજનોની બુમો સાંભળી નજીકમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને ત્યારબાદ વાસદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આ બનાવ અંગે પરષોત્તમભાઈ બુધાભાઈ રાઠોડની ફરીયાદનાં આધારે લુંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.  લૂંટના ગુનાઓ આચરતા આંતર રાજય ગુનેગારો હોવાનું ખુલ્યું વાસદ પોલીસ અને એલસીબી પોલીસે સંયુકત રીતે તપાસ કરતા અડાસ દામપુરા વિસ્તામાં ઘટનાની રાત્રે જીજે 20 પાર્સિંગની ઈકો કાર ફરતી હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે નજીકનાં તેમજ હાઈવે પરનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમી મુજબની સફેદ કલરની ઈકો કાર જેમાં પાંચ જેટલા યુવાનો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ઈ ગુજકોપમાં સર્ચ કરતા ઈકો કારનો પાર્સિંગ નંબર મળી આવ્યો હતો. તેમજ ટોલનાકાનાં સીસીટીવી ચેક કરતા જેમાં વાસદ ટોલનાકાનાં સીસીટીવી કેમેરામાં આ કાર જોવા મળી હતી, જેથી પોલીસે ટેકનીકલ સોર્સની મદદથી ઈકોકારની મુવમેન્ટ પરવોચ રાખી હતી અને જેનાં આધારે વાસદ પોલીસ અને એલસીબી પોલીસે સંયુકત રીતે ઈકો કારને ઝડપી પાડી કારમાં સવાર પાંચ લુંટારૂઓને ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પુછપરછ અને ધનિષ્ઠ તપાસ કરતા લૂંટારૂઓ ગંભીર પ્રકારનાં લુંટના ગુનાઓ આચરતા આંતર રાજય ગુનેગારો હોવાનું ખુલ્યું હતું, ટોળકી ઘરમાંથી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની લુંટ ચલાવતી પોલીસે લૂંટનાં ગુનામાં સંડોવાયેલા નરેશભાઇ મસુલભાઇ કાળીયાભાઇ મીનામા, અમોષભાઇ પારૂભાઇ કાળીયાભાઇ ખરાડ, ગજાનંદ ઉર્ફે ગજા માનસીંગ જીતરાભાઇ બારૈયા, વિક્રમભાઇ દરીયાભાઇ અમરસીંગ પરમાર, શંકેશભાઇ ઉર્ફે શકો રસુલભાઇ બીજીયાભાઇ ભાભોરને પકડવાનો બાકી આરોપી તેમજ કમલેશભાઇ મડીયાભાઇ ભાભોરની લૂંટના ગુનામાં ધરપકડ કરી હતી. આ લૂંટારૂ ટોળકી રાત્રીના સમયે મારક હથીયારો લાકડી દંડા સાથે ઘરમાં ઘુસી ઘરમાં રહેલ માણસો જાગી જાય તો તેમને મારક હથિયારોથી ડરાવી ધમકાવી પ્રતીકાર કરવાની તૈયારી સાથે ઘરમાંથી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવતી હતી.

Anand: મકાનમાં ત્રાટકી પરિવારને ધાક ધમકી આપી લૂંટ ચલાવનારી ટોળકી ઝડપાઇ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • ટોળકી ઘરમાંથી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવતી
  • લુંટના ગુનાઓ આચરતા આંતર રાજય ગુનેગારો હોવાનું ખુલ્યું
  • પરષોત્તમભાઈ બુધાભાઈ રાઠોડની ફરીયાદનાં આધારે લૂંટનો ગુનો નોંધાયો

આણંદ તાલુકાનાં અડાસ ગામની દામપુરા સીમમાં એક મકાનમાં ત્રાટકી પરિવારને ધાક ધમકીઓ આપી 1.48 લાખની મતાની લૂંટ ચલાવનારી લૂંટારૂ ટોળકીને વાસદ પોલીસે ગણતરીનાં કલાકોમાં ઝડપી પાડી છે. જેમાં ચાર લૂંટારૂઓની ધરપકડ કરી ઈકો કાર અને લૂંટમાં ગયેલા મુદ્દામાલ સહીત 4.73 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

 પરષોત્તમભાઈ બુધાભાઈ રાઠોડની ફરીયાદનાં આધારે લુંટનો ગુનો નોંધાયો

અડાસ ગામની દામપુરા સીમમાં ખેતરમાં મકાન બનાવી રહેતા પરષોત્તમભાઇ બુધાભાઇ રાઠોડ પોતાનાં પરિવાર સાથે રાત્રીનાં સુમારે ઘરમાં સુઈ રહ્યા હતા. ત્યારે રાત્રીનાં એક વાગ્યાનાં સુમારે ચાર જેટલા લુંટારૂઓએ હાથમાં લાકડીઓ અને ધોકા સાથે ઘરમાં ઘુસીને પરષોત્તમભાઈ અને તેમનાં પરિવારજનોને ધાકધમકીઓ આપી પલંગમાં હલચલ કરી છે તો પગ તોડી નાખીસુ તેવી ધાકધમકીઓ આપી તીજોરીની ચાવી લઈ તીજોરીમાંથી સોનાનીચેન તેમજ 45 હજારની રોકડ રકમ તેમજ તેમની પત્નીનાં ગળામાંથી સોનાની ચેન ઝુંટવી અને નાક કાનનાં ઘરેણા ઉતરાવી કુલ 1.48 લાખની મતાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારજનોની બુમો સાંભળી નજીકમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને ત્યારબાદ વાસદ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને આ બનાવ અંગે પરષોત્તમભાઈ બુધાભાઈ રાઠોડની ફરીયાદનાં આધારે લુંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

 લૂંટના ગુનાઓ આચરતા આંતર રાજય ગુનેગારો હોવાનું ખુલ્યું

વાસદ પોલીસ અને એલસીબી પોલીસે સંયુકત રીતે તપાસ કરતા અડાસ દામપુરા વિસ્તામાં ઘટનાની રાત્રે જીજે 20 પાર્સિંગની ઈકો કાર ફરતી હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે નજીકનાં તેમજ હાઈવે પરનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજની તપાસ હાથ ધરી હતી. જેમાં બાતમી મુજબની સફેદ કલરની ઈકો કાર જેમાં પાંચ જેટલા યુવાનો હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે ઈ ગુજકોપમાં સર્ચ કરતા ઈકો કારનો પાર્સિંગ નંબર મળી આવ્યો હતો. તેમજ ટોલનાકાનાં સીસીટીવી ચેક કરતા જેમાં વાસદ ટોલનાકાનાં સીસીટીવી કેમેરામાં આ કાર જોવા મળી હતી, જેથી પોલીસે ટેકનીકલ સોર્સની મદદથી ઈકોકારની મુવમેન્ટ પરવોચ રાખી હતી અને જેનાં આધારે વાસદ પોલીસ અને એલસીબી પોલીસે સંયુકત રીતે ઈકો કારને ઝડપી પાડી કારમાં સવાર પાંચ લુંટારૂઓને ઝડપી લીધા હતા. પોલીસે તેઓની પુછપરછ અને ધનિષ્ઠ તપાસ કરતા લૂંટારૂઓ ગંભીર પ્રકારનાં લુંટના ગુનાઓ આચરતા આંતર રાજય ગુનેગારો હોવાનું ખુલ્યું હતું,

ટોળકી ઘરમાંથી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની લુંટ ચલાવતી

પોલીસે લૂંટનાં ગુનામાં સંડોવાયેલા નરેશભાઇ મસુલભાઇ કાળીયાભાઇ મીનામા, અમોષભાઇ પારૂભાઇ કાળીયાભાઇ ખરાડ, ગજાનંદ ઉર્ફે ગજા માનસીંગ જીતરાભાઇ બારૈયા, વિક્રમભાઇ દરીયાભાઇ અમરસીંગ પરમાર, શંકેશભાઇ ઉર્ફે શકો રસુલભાઇ બીજીયાભાઇ ભાભોરને પકડવાનો બાકી આરોપી તેમજ કમલેશભાઇ મડીયાભાઇ ભાભોરની લૂંટના ગુનામાં ધરપકડ કરી હતી. આ લૂંટારૂ ટોળકી રાત્રીના સમયે મારક હથીયારો લાકડી દંડા સાથે ઘરમાં ઘુસી ઘરમાં રહેલ માણસો જાગી જાય તો તેમને મારક હથિયારોથી ડરાવી ધમકાવી પ્રતીકાર કરવાની તૈયારી સાથે ઘરમાંથી રોકડ રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની લૂંટ ચલાવતી હતી.