Porbandar: સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાના જામીન મંજૂર
સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પ્રાણઘાતક હથિયાર અને મારામારીના કેસમાં ઝડપાયેલ ભીમા દુલા ઓડેદરા જમીન પર મુક્ત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર પરિવાર સામે કાર્યવાહી કરવામાં આવી. ભીમા દુલા બાદ પુત્ર લખમણ, પુત્રવધુ સામે ફરિયાદ નોંધવામાં આવી. ગઈકાલે પોરબંદરથી ભીમા દુલાની ધરપકડ થઈ છે. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. નિયમ કરતા વધુ કારતુસ રાખ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. હથિયારોના લાયસન્સની શરત ભંગ કરતા ફરિયાદ થઈ હતી. પોરબંદર નજીકના બોરીચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં જે તે સમયે ગુનો નોંધાયા બાદ આદિત્યાણાના ભીમા દુલાનું પણ નામ અપાયું હોવાનું ધ્યાને આવતા પોલીસના ધાડેધાડા આદિત્યાણામાં ઉતર્યા હતા, અને ભીમા દુલાની ધરપકડ કરી હતી. તો બીજી ભીમા દુલાના નિવાસસ્થાનેથી હથિયાર અને રોકડ પણ કબ્જે કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો વીસ પચીસ દિવસ પહેલા બોરીચા ગામે એક વ્યક્તિને માર મારવામાં આવેલ હતો. જે સબબ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ ફરિયાદ ત્રણ શખ્સો સામે નોંધવામાં આવેલ જેમાં બે શખ્સો માર મારવામાં, એક શખ્શ મોટર સાયકલ ચલાવતો હતો તેમજ એક શખ્શ મોટર સાયકલની પાછળ બેઠેલ હતો તેમ પીડિત વ્યક્તિએ જણાવેલ હતું. બોરીચાના મહેર અગ્રણી ભીમા દુલાભાઈ ઓડેદરાનું નામ આપ્યુ હોવાની ચર્ચા વચ્ચે ગઈકાલે પાંચ વાગ્યાથી આદિત્યાણા ગામે પોલીસના ધાડેધાડા ઉતરેલ અને બોરીચા પાટીયા પાસે ઓડેદરા ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાની વાડી પાસે દસથી પંદર પોલીસ જીપો ખડકાઈ ગયેલ હતી. ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એણુ.સી.ભી. સહિતના સ્ટાફ સાથે ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાની પૂછપરછ કરાઈ હતી. વધુ તપાસ અર્થે ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાને પોરબંદર પોલીસ સ્ટેશને લઈ જવાયેલ. આદિત્યાણા ગામે પોલીસના ધાડેધાડા ઉતરતા સવારથી લોકોમાં પણ કુતુહલ જાગેલ હતુ. પોલીસે વહેલી સવારે બોરીચા ગામે દરોડો પાડ્યો હતો પોરબંદરના બોરીચા ગામે આજે જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મોટા પોલીસ કાફલા સાથે ગઈકાલે વહેલી સવારે બોરીચા ગામે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે લાખોની રોકડ રકમ અને પ્રાણઘાત હથિયારનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસ દ્વારા કુખ્યાત ભીમા દુલા ઓડેદરા સહિતના ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના બોરીચા ગામે લાખોની રોકડ રકમ અને હથિયારનો મોટો જથ્થો મળી આવતા ભારે ચર્ચા જોવા મળી હતી.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પ્રાણઘાતક હથિયાર અને મારામારીના કેસમાં ઝડપાયેલ ભીમા દુલા ઓડેદરા જમીન પર મુક્ત કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર પરિવાર સામે કાર્યવાહી કરવામાં આવી. ભીમા દુલા બાદ પુત્ર લખમણ, પુત્રવધુ સામે ફરિયાદ નોંધવામાં આવી. ગઈકાલે પોરબંદરથી ભીમા દુલાની ધરપકડ થઈ છે. રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી. નિયમ કરતા વધુ કારતુસ રાખ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો. હથિયારોના લાયસન્સની શરત ભંગ કરતા ફરિયાદ થઈ હતી.
પોરબંદર નજીકના બોરીચા ગામે કેટલાક દિવસો પહેલા મારામારીનો બનાવ બન્યો હતો. જેમાં જે તે સમયે ગુનો નોંધાયા બાદ આદિત્યાણાના ભીમા દુલાનું પણ નામ અપાયું હોવાનું ધ્યાને આવતા પોલીસના ધાડેધાડા આદિત્યાણામાં ઉતર્યા હતા, અને ભીમા દુલાની ધરપકડ કરી હતી. તો બીજી ભીમા દુલાના નિવાસસ્થાનેથી હથિયાર અને રોકડ પણ કબ્જે કરવામાં આવી છે.
થોડા દિવસ પહેલા એક વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો
વીસ પચીસ દિવસ પહેલા બોરીચા ગામે એક વ્યક્તિને માર મારવામાં આવેલ હતો. જે સબબ અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. આ ફરિયાદ ત્રણ શખ્સો સામે નોંધવામાં આવેલ જેમાં બે શખ્સો માર મારવામાં, એક શખ્શ મોટર સાયકલ ચલાવતો હતો તેમજ એક શખ્શ મોટર સાયકલની પાછળ બેઠેલ હતો તેમ પીડિત વ્યક્તિએ જણાવેલ હતું.
બોરીચાના મહેર અગ્રણી ભીમા દુલાભાઈ ઓડેદરાનું નામ આપ્યુ હોવાની ચર્ચા વચ્ચે ગઈકાલે પાંચ વાગ્યાથી આદિત્યાણા ગામે પોલીસના ધાડેધાડા ઉતરેલ અને બોરીચા પાટીયા પાસે ઓડેદરા ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાની વાડી પાસે દસથી પંદર પોલીસ જીપો ખડકાઈ ગયેલ હતી.
ડી.એસ.પી. ભગીરથસિંહ જાડેજા, ડી.વાય.એસ.પી., એણુ.સી.ભી. સહિતના સ્ટાફ સાથે ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાની પૂછપરછ કરાઈ હતી. વધુ તપાસ અર્થે ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાને પોરબંદર પોલીસ સ્ટેશને લઈ જવાયેલ. આદિત્યાણા ગામે પોલીસના ધાડેધાડા ઉતરતા સવારથી લોકોમાં પણ કુતુહલ જાગેલ હતુ.
પોલીસે વહેલી સવારે બોરીચા ગામે દરોડો પાડ્યો હતો
પોરબંદરના બોરીચા ગામે આજે જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ મોટા પોલીસ કાફલા સાથે ગઈકાલે વહેલી સવારે બોરીચા ગામે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે લાખોની રોકડ રકમ અને પ્રાણઘાત હથિયારનો મોટો જથ્થો કબ્જે કર્યો હતો. પોલીસ દ્વારા કુખ્યાત ભીમા દુલા ઓડેદરા સહિતના ત્રણ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. પોરબંદર જિલ્લાના બોરીચા ગામે લાખોની રોકડ રકમ અને હથિયારનો મોટો જથ્થો મળી આવતા ભારે ચર્ચા જોવા મળી હતી.