Anand : કૃષિ યુનિવર્સિટીના IT વિભાગના ડીન વિરૂદ્ધ નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, સબજેલમાં ધકેલવામાં આવ્યા

Aug 4, 2025 - 23:00
Anand : કૃષિ યુનિવર્સિટીના IT વિભાગના ડીન વિરૂદ્ધ નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ, સબજેલમાં ધકેલવામાં આવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ કૃષિ યુનિવર્સિટીના ઈન્ફોર્મેશન ટેકનોલોજીના આચાર્ય અને ડીન ડો. ધવલ આર. કથિરીયા વિરુદ્ધ યુનિવર્સિટીના રજીસ્ટારે આણંદ ટાઉન પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી ડૉ.ધવલ કથિરીયાની ધરપકડ કરવામાં આવી છે. તેઓને આજે કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટે આરોપીને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપતા પોલીસે આરોપી ડો.ધવલ કથિરીયાને આણંદની સબજેલમાં મોકલી આપ્યા હતા.

કોન્ટ્રાક્ટની કામગીરી માટે અંદાજિત 13 લાખ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મેળવી

કથીરિયાએ 1 એપ્રિલ 2011થી 24 ઓક્ટોબર 2023 સુધી આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે નિયામક ઈન્ફોર્મેશન ટેકનોલોજીના આચાર્ય અને ડીન તરીકે ફરજ બજાવી હતી. 25 ઓક્ટોબરના રોજ તેમની ગોધરા ખાતે બદલી થઈ હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર આણંદ કૃષિ યુનિવર્સિટીના IT કચેરીના કોમ્પ્યુટર લેબમાં 108 કોમ્પ્યુટર માટે કોમ્પ્રિહેન્સિવ એન્યુઅલ મેઈન્ટેનન્સ કોન્ટ્રાક્ટની કામગીરી માટે અંદાજિત 13 લાખ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી મેળવી હતી. કુલપતિએ "એસ પર ધ રૂલ એપ્રુવડ" એવી સ્પષ્ટ નોંધ સાથે નિયમોને આધીન મંજૂરી આપી હતી. પરંતુ મંજૂરી મળ્યા બાદ ડો. કથિરીયાએ અન્ય અધિકારીઓની જાણ બહાર મૂળ નોંધમાં ચેડા કર્યા હતા. તેમણે નોંધમાં "પેપર ટેન્ડર" શબ્દ પર લીટી મારી અને હાથથી કોસ્ટ ગાઈડલાઈન મુજબ કોટેશન મગાવી ખરીદી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી અર્થે" એવું લખાણ ઉમેર્યું હતું. તેમણે પેપર ટેન્ડર મગાવવાને બદલે પોતાની પસંદગીની એજન્સીઓના ભાવપત્રક મગાવ્યા અને ડેસ્કટોપ ક્રિયેટર્સ આણંદને 15 જુલાઈ 2023ના રોજ વર્ક ઓર્ડર આપ્યો હતો.

નવા નિમાયેલા અધિકારીએ રેકોર્ડની ચકાસણી કરતાં આ કૌભાંડ ઉજાગર થયું

આ વર્ક ઓર્ડરમાં કામગીરી કે ચુકવણી માટેની કોઈ શરતો રાખવામાં આવી નહોતી. વધુ ગંભીર બાબત એ છે કે વર્ક ઓર્ડર આપ્યાના માત્ર એક અઠવાડિયામાં જ 7 ઓગસ્ટ 2023ના રોજ તેમણે કંપનીને પૂરેપૂરી રકમનું ચુકવણી કરી દીધી હતી. ભાવપત્રકમાં એડવાન્સ પેમેન્ટની કોઈ શરત ન હોવા છતાં કોઈપણ કામ થયા વિના કંપનીને નાણાં ચૂકવી દેવામાં આવ્યા હતા. નાણાં ચૂકવ્યા બાદ સાત મહિના સુધી કોમ્પ્રિહેન્સિવ એન્યુઅલ મેઈન્ટેનન્સ સંબંધિત કોઈ કામગીરી થઈ નહોતી. ડો. કથિરીયાએ એક પણ વખત કોમ્પ્યુટર લેબની સ્થળ મુલાકાત લીધી નહોતી. તેમની બદલી થયા બાદ નવા નિમાયેલા અધિકારીએ રેકોર્ડની ચકાસણી કરતાં આ કૌભાંડ ઉજાગર થયું હતું. આ સમગ્ર પ્રકરણમાં યુનિવર્સિટીના જવાબદાર અધિકારી તરીકે ડો. કથિરીયાએ નિયમોનું ઉલ્લંઘન કરી ગેરરીતિ આચરી હોવાનો આરોપ છે.

પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી 16 નંગ કોમ્પ્યુટર મેળવ્યા

ડૉ.ધવલ કથિરીયાએ પોતાના હસ્તકની કચેરી એગ્રીકલ્ચર ઈન્ફોર્મેશન ટેકનોલોજી કોલેજના આચાર્ય તરીકે નિયામક આઈ.ટીનો હોદ્દો પણ પોતે જ ધરાવતો હોય તે કચેરીના 16 નંગ કોમ્પ્યુટર મળ્યા અંગેની પહોંચ પોતાના દ્વારા જ તારીખ 23 ઓગસ્ટ 2023ના રોજ આપી હતી. આમ, કોમ્પ્યુટર ખરીદીમાં પણ તેમણે કૌભાંડ આચર્યું હતું. તેમણે પોતાના હસ્તકની કચેરી ખાતેના કોઈપણ રજીસ્ટરમાં નોંધ કર્યા સિવાય પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી 16 નંગ કોમ્પ્યુટર મેળવ્યા હતા. જેના પગલે તેમને સૌપ્રથમ ફરજ મોકૂફ કરવામાં આવ્યા હતા. આ અંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના રજીસ્ટાર ડૉ.ગૌતમભાઈ રાવજીભાઈ પટેલે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ડોક્ટર ધવલ.આર. કથિરીયા વિરુદ્ધ ગુનો નોધીને તેઓની ધરપકડ કરી આજે કોર્ટમાં રજુ કરી રિમાન્ડની માગણી કરતા નામદાર કોર્ટે રિમાન્ડ ના મંજુર કરી આરોપીને જ્યુડીશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો આદેશ આપતા પોલીસે તેને આણંદની સબજેલમાં ધકેલી દીધો હતો.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0