Anandમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂ.34.69 લાખનો ડુપ્લિકેટ ઇંગ્લીશ દારૂ કર્યો જપ્ત

Aug 23, 2026 - 15:30
Anandમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી રૂ.34.69 લાખનો ડુપ્લિકેટ ઇંગ્લીશ દારૂ કર્યો જપ્ત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદે વિદેશી દારૂના કારોબાર સામે સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમે લાલ આંખ કરી છે. SMC ની ટીમે ચોક્કસ બાતમીના આધારે ભાલેજ-આણંદ રોડ પર આવેલ અપ્પુ વે-બ્રિજ નજીક સરપ્રાઇઝ દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન મોટો જથ્થો છુપાવીને રાખવામાં આવેલો ડુપ્લિકેટ ઇંગ્લીશ દારૂ અને બિયરનો નેટવર્ક ઝડપી પાડી આણંદ રૂરલ પોલીસ તંત્રમાં દોડધામ મચાવી દીધી હતી.

7,187 બોટલ અને 150 પેટી દારૂ જપ્ત

SMC ની સઘન તપાસ દરમિયાન સ્થળ પરથી ડુપ્લિકેટ ઇંગ્લીશ દારૂ તથા બિયરની અંદાજે 150 પેટીઓ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી કુલ 7,187 નંગ બોટલોનો જથ્થો કબ્જે કર્યો છે, જેની બજાર કિંમત રૂ.19,63,000થી પણ વધુ હોવાનું સામે આવ્યું છે. દારૂના આ જથ્થા ઉપરાંત પોલીસે વાહનો અને અન્ય સાધન-સામગ્રી મળી કુલ રૂ.34,69,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

1 શખ્સ ઝડપાયો, 5 વોન્ટેડ જાહેર 

પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે દારૂનો આ મોટો જથ્થો મહારાષ્ટ્રના નાસિક ખાતેથી લાવવામાં આવ્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે એક વ્યક્તિને સ્થળ પરથી ઝડપી પાડ્યો છે, જ્યારે આ કૌભાંડમાં સંકળાયેલા અન્ય પાંચ શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર મામલે આણંદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધીને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ચક્ર ગતિમાન કરાયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0