Anandમાં સગીરાને દારૂ પીવડાવી ત્રણ યુવકોએ સામૂહિક દુષ્કર્મનો કર્યો પ્રયાસ

આણંદમાં 16 વર્ષીય સગીરા પર ગેંગરેપનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે,સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.બેડવા ખડીપુરા પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે,સગીરાને દારૂ પીવડાવીને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.પોલીસે આ તપાસને લઈ ધમધમાટ શરૂ કર્યો છે. સગીરાને દારૂ પીવડાવી દુષ્કર્મનો કર્યો પ્રયાસ બેડવા ગામના ત્રણ યુવકો પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે,જેમાં સગીરાએ કહ્યું કે રાત્રીના સમયે આ યુવકો દ્રારા તેને શાળામાં લઈ જવામાં આવી અને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે,હાલમાં યુવતીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પોલીસ દ્રારા અલગ-અલગ રીપોર્ટ કરાવવામાં આવ્યા છે,હવે અગામી સમયમાં પોલીસની તપાસમાં શું ખુલે છે તે જોવાનું રહ્યું.પોલીસે આસપાસના સીસીટીવીની પણ તપાસ કરી છે અને ગામના અગ્રણીઓને નિવેદન પણ નોંધ્યા છે. બંધ શાળામાં કઈ રીતે ગયા યુવકો સૌથી પહેલો પ્રશ્નતો એ થાય કે રાત્રીના સમયે શાળા બંધ હતી તો યુવાનો શાળામાં કઈ રીતે પ્રવેશ્યા એ સવાલ છે ત્યારે પોલીસ પણ તે દિશામાં તપાસ કરી રહી છે,શું કોઈ શાળાના વ્યકિતની આમાં સંડોવણી છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,યુવતીએ આ વાત તેના માતા-પિતાને જણાવતા સમગ્ર ઘટના બહાર આવી હતી,સગીરા રાત્રે ગરબા રમવા ગઈ હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી તેવું નિવેદન સગીરાનું છે. પોલીસની તપાસમાં ખુલશે મોટા રહસ્યો આણંદનાં બેડવા ખડીપુરા પ્રાથમિક શાળામાં 16 વર્ષીય કિશોરી પર ગેંગરેપનો પ્રયાસ થયો છે તેવી માહિતી સામે આવી છે.આ ઘટનામાં હજી પોલીસે યુવાનોની ધરપકડ કરી નથી પરંતુ જયારે યુવાનોની ધરપકડ થશે ત્યારે સાચી વાત સામે આવશે,ગુજરાતમાં આ બીજી ગેંગરેપની ઘટના બની છે ત્યારે પોલીસની તપાસ અને પોલીસ મિડીયાને શું માહિતી આપે છે તે પછીથી ખબર પડશે,જો સગીરાની વાત ખરેખર સાચી હોય તો આ ઘટના ગુજરાત માટે દર્દનીય ગણાવી શકાય.  

Anandમાં સગીરાને દારૂ પીવડાવી ત્રણ યુવકોએ સામૂહિક દુષ્કર્મનો કર્યો પ્રયાસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

આણંદમાં 16 વર્ષીય સગીરા પર ગેંગરેપનો પ્રયાસ કર્યો હોવાની વાત સામે આવી છે,સમગ્ર ઘટનામાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.બેડવા ખડીપુરા પ્રાથમિક શાળામાં આ બનાવ બન્યો હોવાની વાત સામે આવી છે,સગીરાને દારૂ પીવડાવીને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.પોલીસે આ તપાસને લઈ ધમધમાટ શરૂ કર્યો છે.

સગીરાને દારૂ પીવડાવી દુષ્કર્મનો કર્યો પ્રયાસ

બેડવા ગામના ત્રણ યુવકો પર દુષ્કર્મનો આરોપ લાગ્યો છે,જેમાં સગીરાએ કહ્યું કે રાત્રીના સમયે આ યુવકો દ્રારા તેને શાળામાં લઈ જવામાં આવી અને દુષ્કર્મનો પ્રયાસ કરવામાં આવ્યો છે,હાલમાં યુવતીને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે અને પોલીસ દ્રારા અલગ-અલગ રીપોર્ટ કરાવવામાં આવ્યા છે,હવે અગામી સમયમાં પોલીસની તપાસમાં શું ખુલે છે તે જોવાનું રહ્યું.પોલીસે આસપાસના સીસીટીવીની પણ તપાસ કરી છે અને ગામના અગ્રણીઓને નિવેદન પણ નોંધ્યા છે.


બંધ શાળામાં કઈ રીતે ગયા યુવકો

સૌથી પહેલો પ્રશ્નતો એ થાય કે રાત્રીના સમયે શાળા બંધ હતી તો યુવાનો શાળામાં કઈ રીતે પ્રવેશ્યા એ સવાલ છે ત્યારે પોલીસ પણ તે દિશામાં તપાસ કરી રહી છે,શું કોઈ શાળાના વ્યકિતની આમાં સંડોવણી છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે,યુવતીએ આ વાત તેના માતા-પિતાને જણાવતા સમગ્ર ઘટના બહાર આવી હતી,સગીરા રાત્રે ગરબા રમવા ગઈ હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી તેવું નિવેદન સગીરાનું છે.

પોલીસની તપાસમાં ખુલશે મોટા રહસ્યો

આણંદનાં બેડવા ખડીપુરા પ્રાથમિક શાળામાં 16 વર્ષીય કિશોરી પર ગેંગરેપનો પ્રયાસ થયો છે તેવી માહિતી સામે આવી છે.આ ઘટનામાં હજી પોલીસે યુવાનોની ધરપકડ કરી નથી પરંતુ જયારે યુવાનોની ધરપકડ થશે ત્યારે સાચી વાત સામે આવશે,ગુજરાતમાં આ બીજી ગેંગરેપની ઘટના બની છે ત્યારે પોલીસની તપાસ અને પોલીસ મિડીયાને શું માહિતી આપે છે તે પછીથી ખબર પડશે,જો સગીરાની વાત ખરેખર સાચી હોય તો આ ઘટના ગુજરાત માટે દર્દનીય ગણાવી શકાય.