Amreliના લીલીયા સ્ટેટ હાઈવે પર તંત્રનો સપાટો: સરકારી જમીન પરના દબાણો કરાયા જમીનદોસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી શહેરમાં ગેરકાયદેસર પેશકદમી અને દબાણો સામે સ્થાનિક વહીવટી તંત્રે મોટું મેગા ડિમોલેશન ઓપરેશન હાથ ધર્યું છે. અમરેલી-લીલીયા સ્ટેટ હાઈવે પર આવેલી લીલીયા રોડ ચોકડી અને તેની આસપાસના વિસ્તારોમાં લાંબા સમયથી ખડકાઈ ગયેલા ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા અચાનક બુલડોઝર અને જેસીબી (JCB) મશીનો સાથે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
લીલીયા રોડ ચોકડીથી પેશકદમી જમીનદોસ્ત કરાઈ
સ્ટેટ હાઈવેની સરકારી જમીન તથા રસ્તાની બંને બાજુએ કરાયેલા કાચા-પાકા ગેરકાયદે દબાણો અને પેશકદમી પર તંત્રે બુલડોઝર ફેરવી દીધું છે. હાઈવે પર વાહનોની સરળ અવરજવર અને ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના હેતુથી હાથ ધરાયેલી આ દબાણ હટાવો ઝુંબેશથી હાઈવે રસ્તો ખુલ્લો અને પહોળો કરવામાં આવ્યો છે. તંત્રની આ સરપ્રાઈઝ કામગીરીથી દબાણકર્તાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી યથાવત
ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને અથવા કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ન વણસે તે માટે સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો હતો. અમરેલી વહીવટી તંત્ર અને માર્ગ-મકાન વિભાગ દ્વારા સ્ટેટ હાઈવે પરથી તમામ ગેરકાયદે બાંધકામો સંપૂર્ણ રીતે દૂર ન થાય ત્યાં સુધી આ દબાણ હટાવો ઝુંબેશ ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

