Amreliના રાજુલામાં ભારે વરસાદથી ઘોડાપૂર, ફલકુ નદીમાં 50 વર્ષનો પાણીનો રેકોર્ડ તૂટયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લામાં પણ વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો છે, ઝાપોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર આવ્યું છે, ફલકુ નદીમા 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે એટલુ બધુ પાણી રહ્યું છે, તો બીજી તરફ ખેતરોમાં પાણી ભરાતા ખેતીને નુકસાન થયું છે.
રાજુલાના ઝાપોદર ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું
રાજુલાના ઝાપોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદના લીધે નદીમાં ઘોડાપૂર આવ્યું છે, પહેલા જ વરસાદમાં પૂર આવતા આ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી છે, ઝાપોદર ગામે આવેલ ફલકુ નદીમાં 50 વર્ષનો રેકોર્ડ તોડયો કલ્પી ન શકાય એવુ પૂર આવ્યું છે, નદીની વચ્ચે આવેલ ખોડિયાર માતાજીના મંદિરની અંદર બે ફૂટ પાણીમાં પ્રગટેલ દીવાનો વીડિયો થયો વાયરલ, આ વિસ્તારના લોકો ખોડિયાર માતાજીના મંદિરમાં શ્રદ્ધા ધરાવે છે, આ નદીના પૂરના લીધે જાપોદર ગામના ખેડૂતોને થયું પારાવાર નુકસાન.
સાવરકુંડલામાં ચેકડેમ ઓવરફ્લો થતાં પિતા-પુત્ર તણાયા
અમરેલી જિલ્લામાં ગઈકાલ સાંજથી ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના ખેતરો બેટમાં ફેરવાયા હતા, સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકોએ ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી. આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. હવામાન વિભાગે પણ સૌરાષ્ટ્ર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.
What's Your Reaction?






