Amreli: સિવિલ હોસ્પિટલમાં બેફામ કાર ચાલકે અડફેટે લેતા બે યુવકોને ગંભીર ઈજા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં બેફામ કાર ચાલકો હીટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો કરી રહ્યાં છે. અમરેલી શહેરની સિવિલ હોસ્પિટલમાં બેફામ કારચાલકે ત્રણ યુવકોને અડફેટે લીધા હતાં. કારની ટક્કરથી નીચે પટકાયેલા યુવક પર કારને રિવર્સ લઈને ચઢાવી દીધી હતી. બે યુવકોને ગંભીર ઈજા થતાં રાજકોટ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતાં. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલી શહેરમાં રાતના સમયે સિવિલ હોસ્પિટલમાં એક બેફામ કાર ચાલકે ચાલીને જતાં ત્રણ યુવકોને અડફેટે લીધા હતાં. જેમાં નીચે પટકાયેલા યુવક પર કાર ચાલકે કાર રીવર્સ લઈને ચઢાવી દીધી હતી. અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત બંને યુવકોને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતાં. સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
હોસ્પિટલના મેડિકલ વાહન સાથે પણ અકસ્માત કર્યો
બે યુવકોને અડફેટે લીધા બાદ કાર ચાલકે હોસ્પિટલના મેડિકલ વાહન સાથે પણ અકસ્માત કર્યો હતો. પોલીસે સમગ્ર ઘટનાના સીસીટીવી મેળવીને ગુનો નોંધી ફરાર થઈ ગયેલા કાર ચાલક સામે તપાસ શરૂ કરી છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં જ કાર ચાલકે બેફામ સ્પીડે આવીને રસ્તે ચાલીને જતાં ત્રણ યુવકોને અડફેટે લીધા હતાં. ત્યાર બાદ કારને રીવર્સ કરીને એક યુવક પર ચઢાવી દીધી હતી. પોલીસે કાર ચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
What's Your Reaction?






