Amreli: સાવરકુંડલા મહુવા રોડ પર કાર ચાલકે અકસ્માત સર્જ્યો, એક મહિલાનું મોત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં અકસ્માતના બનાવો સતત વધી રહ્યાં છે. સાવરકુંડલા મહુવા રોડ પર કાર ચાલકે બે બાઈક ચાલકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક મહિલાનું મોત નિપજ્યું છે. જયારે બાઈક સવાર પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોચી છે. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
કારચાલકે બે બાઇકને લીધા અડફેટે
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમરેલી જિલ્લાના સાવરકુંડલા મહુવા રોડ પર બેફામ કાર ચાલકે બે બાઈક ચાલકોને અડફેટે લીધા હતાં. જેમાં ઘટના સ્થળે જ એક મહિલાનું મોત નિપજ્યું હતું અને બાઈક સવાર પાંચ લોકોને ગંભીર ઈજાઓ પહોચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રથમ સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતાં. ત્યાથી વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
ઇજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા
કાર ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ટાઉન પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ ધથ ધરી છે. ફરાર થયેલા કાર ચાલકને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. 58 વર્ષના વનીતાબેન ચીમનલાલ જોશી નામની મૃતક મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.
What's Your Reaction?






