Amreli : માથાભારે શખ્સને પોલીસે પોતાની ભાષામાં સમજ આપી 30 વર્ષ પહેલા વેચેલી 10 વિઘા જમીનનો દસ્તાવેજ કરાવ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી અને ભાવનગર જિલ્લાની બોર્ડર વિસ્તારની જમીન મામલે ભોગ બનનાર બાલાભાઈ જીવાભાઈ બાખલીયા જેસર તાલુકાના ઈટીયા ગામના રહેવાસી તેને જમીન વેચનાર રવજીભાઈ શામજીભાઈ જસાણીને 10 વિઘા જમીન 30 વર્ષ પહેલા વેચેલી હતી, જેનો દસ્તાવેજ માથાભારે તત્વ દ્વારા નહતો કરવા દેવામાં આવતો આ બંનેને ધમકી મળતી હતી, જેથી ભોગ બનનારે સ્ટેટ મોનીટરીંગ સેલના આઈજી નિર્લિપ્ત રાયને સંપર્ક કરી જાણ કરી.
માથાભારે ઈસમ અને ગુજસીટોકનો આરોપી શિવરાજ હેરાન કરતો હતો
ત્યારબાદ નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી SPને માહિતી આપતા સાવરકુંડલા ASP વલય વૈદ્ય દ્વારા આ માહિતીઓ મેળવી અરજદાર દ્વારા અરજી આપી. ત્યારબાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી તપાસ કરતા રબારીકા ગામના માથાભારે ઈસમ અને ગુજસીટોકના આરોપી શિવરાજ ઉર્ફે મુનો રામકુભાઈ વિછીયા દ્વારા જમીન ખાતે કરાવવા માટે રૂપિયા 5 લાખ માગતો હતો, જેથી પોલીસે બંને પક્ષના લોકોને બોલાવી ગુજસીટોકના આરોપીને પોલીસે પોલીસની ભાષામાં સમજ આપતા ખેડૂત પરિવારનું વર્ષો પછી દુઃખ દર્દ દૂર કરવા અમરેલી જિલ્લા પોલીસને મોટી સફળતા મળી છે.
ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અમરેલી એસપી અને જિલ્લા પોલીસ તંત્રને અભિનંદન આપ્યા
જેસર તાલુકાના ઈટિયા ગામના બાલાભાઈ જીવાભાઈ આહીરની 1994માં રબારીકા ગામમાં જમીન લીધેલી હતી, જે આજ સુધી ખાતે થઈ નહતી અને સામે વાળા જમીન ખાતે કરતા નહતા. જેમાં રબારીકા ગામના લુખ્ખા તત્વોએ જમીન ખાતે કરવાની ના પાડતા હતા, જેથી આ અરજદારને અને ગુજસીટોકના આરોપીને સાવરકુંડલા એએસપી વલય વૈદ્યએ બોલાવ્યા, જેથી પોલીસે સમજ આપતા જમીનનો તાત્કાલિક દસ્તાવેજ કરી દીધો, 1994માં લીધેલી જમીનનો આજે દસ્તાવેજ કરી આપતા ખેડૂતે અમરેલી પોલીસનો આભાર માન્યો હતો. રબારીકા ગામના માથાભારે અને ગુજસીટોક સહિત જેવા ગુન્હામાં સંડોવાયેલા ઈસમ દ્વારા વર્ષોથી જમીન વેચાવવા દેતો નહતો. જેને અમરેલી પોલીસે કાયદાકીય ભાષામાં સમજ આપતા ખેડૂત પરિવાર ખુશ ખુશાલ થતા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ અમરેલી એસપી અને જિલ્લા પોલીસ તંત્રને અભિનંદન આપ્યા હતા.
What's Your Reaction?






