Amreli: SD Pay એપથી 634 કરોડનું મેગા ફ્રોડ કરનાર બે મુખ્ય સૂત્રધારો ઓડિશાથી દબોચાયા, પોલીસ ફ્લાઇટ મારફતે અમરેલી લાવવામાં સફળ

Sep 15, 2026 - 01:30
Amreli: SD Pay એપથી 634 કરોડનું મેગા ફ્રોડ કરનાર બે મુખ્ય સૂત્રધારો ઓડિશાથી દબોચાયા, પોલીસ ફ્લાઇટ મારફતે અમરેલી લાવવામાં સફળ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે સાયબર ક્રાઇમના ઇતિહાસમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડીને 'SD Pay' (જે 'Apna Pay' ના નામે પણ જાણીતી હતી) એપ્લિકેશન મારફતે રૂ. 634 કરોડનું વિશાળ કૌભાંડ આચરનાર બે મુખ્ય સૂત્રધારોને ઝડપી પાડ્યા છે. આરોપીઓએ મોબાઇલ્સ એપ મારફતે લોકોને દૈનિક ધોરણે ઊંચા વળતરની લાલચ તેમજ રેફરલ બોનસની સ્કિમ બતાવી ગુજરાતભરના લાખો નિર્દોષ રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવીને અચાનક એપ બંધ કરી દીધી હતી.

SD Pay ના 634 કરોડના કૌભાંડના મુખ્ય સૂત્રધારો ગિરફ્તાર

આ મામલે રોકાણકારોની વ્યાપક ફરિયાદો મળતાં અમરેલી ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ એનાલિસિસ અને સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.અમરેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને એપ માલિક ધવલ પટેલ તેમજ તેનો સહયોગી હિરેન શાહ ઓડિશાના સંભલપુર ખાતે છુપાયા છે અને ત્યાં ગુજરાત પાર્સિંગની કારમાં જ ફરી રહ્યા છે. તુરંત જ ઓડિશા પહોંચેલી પોલીસે સંભલપુર ખાતેથી દરોડો પાડી બંને આરોપીઓને દબોચી લીધા હતા.

ગુજરાત પાર્સિંગની લક્ઝ્યુરિયસ કાર કબ્જે 

પોલીસે આરોપીઓ પાસે રહેલી ગુજરાત પાર્સિંગની લક્ઝ્યુરિયસ કાર પણ કબ્જે કરી લીધી છે. બંને મહાઠગોને ઓડિશાથી વિમાન (ફ્લાઇટ) મારફતે સુરક્ષિત રીતે અમરેલી લાવવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા કૌભાંડના નાણાં ક્યાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે અને આ નેટવર્કમાં અન્ય કેટલા સાગરીતો જોડાયેલા છે તે અંગે કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Gandhinagar: વિદ્યા સહાયક ભરતી માટે FML જાહેર; આજથી ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે કોલ લેટર

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0