Amreli News: વાહન ચેકિંગ દરમિયાન વિવાદ, વકીલ અને તેમના પરિવારે PSIને ધમકી આપી ફરજમાં રુકાવટ કરી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લાના રાજુલામાં પોલીસની કાયદેસરની કામગીરીમાં દખલગીરી કરી, મહિલા અધિકારીને ધમકાવવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વાહન ચેકિંગ દરમિયાન ડોક્યુમેન્ટ માંગતા ઉશ્કેરાયેલા એક વકીલ અને તેમના પરિવારે મહિલા પીએસઆઈ (PSI) અને પોલીસ સ્ટાફ સાથે બીભત્સ વર્તન કરી ફરજમાં રુકાવટ ઉભી કરતા અંતે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
ઘટનાની વિગતો
રાજુલા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઈ એસ. બી. જાની અને તેમનો સ્ટાફ જાહેર માર્ગ પર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન એક બાઈક સવારને અટકાવી તેની પાસે વાહનના કાગળો માંગવામાં આવ્યા હતા. કાગળો ન હોવાથી PSIએ કાયદેસરની કાર્યવાહી કરી બાઈક ડિટેઈન કરવાનું કહેતા મામલો બિચક્યો હતો.
ગાળો આપી એટ્રોસીટીની ધમકી આપી
આરોપી વકીલ અરવિંદ ખુમાણ, તેમની પત્ની અને પુત્રીએ પોલીસ સ્ટાફ સાથે ગેરવર્તન શરૂ કર્યું હતું. આરોપ મુજબ, તેમણે પોલીસને જાહેરમાં બીભત્સ ગાળો આપી હતી અને PSIને ધમકી આપી હતી કે, જો બાઈક ડિટેઈન કરશો તો તમને એટ્રોસીટી અને માર મારવાની ખોટી ફરિયાદમાં ફસાવી દઈશું. આ પ્રકારની ગુનાહિત ધમકી આપી સરકારી કામગીરીમાં અડચણ ઉભી કરી હતી.
કાયદેસરની કાર્યવાહી
પોલીસ અધિકારી સાથેના આ દુર્વ્યવહાર બાદ મહિલા PSI એસ.બી. જાનીએ પોતે જ ફરિયાદી બની રાજુલા પોલીસ સ્ટેશનમાં વકીલ અરવિંદ ખુમાણ અને તેમના પરિવાર સામે ફરજમાં રુકાવટ અને ધમકી આપવા બદલ ગુનો નોંધાવ્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો - Amreli News: સાવરકુંડલામાં બે કાર વચ્ચે અકસ્માત, એકનું મોત, આઠ ઘાયલ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

