Amreli News: ધારી ગીર પંથકમાં સિંહોની પજવણીનો Video વાયરલ! 5 સિંહ પાછળ દોડાવી કાર

Nov 14, 2026 - 15:00
Amreli News: ધારી ગીર પંથકમાં સિંહોની પજવણીનો Video વાયરલ! 5 સિંહ પાછળ દોડાવી કાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાંથી સિંહોની પજવણી કરતો એક ગંભીર મામલો સામે આવ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન ગીરના ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા સિંહોના એક ટોળા પાછળ બેફામપણે કાર દોડાવવામાં આવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

સિંહો જોવાની ઘેલછામાં નિર્દોષ વન્યજીવો પર અત્યાચાર

પ્રાપ્ત માહિતી અનુસાર, ગીરના ગામડાઓમાં એકસાથે 5 સિંહો રસ્તા પર અથવા તેની આસપાસ વિચરી રહ્યા હતા. તે દરમિયાન વાહનચાલકો દ્વારા સિંહો જોવાની ઘેલછામાં અને રમુજ ખાતર આ પાંચેય સિંહોના ટોળા પાછળ ફોર વ્હીલ વાહન ઝડપથી દોડાવવામાં આવ્યું હતું. વન્યજીવો પ્રત્યેની આ સંવેદનશીલતાના અભાવને કારણે વનપ્રિય લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

Amreli News: Viral Video Shows Car Chasing 5 Lions in Amreli Dhari Gir; Forest Department Launches Probe

વાહન અને ચોક્કસ લોકેશન અંગે વનવિભાગ હાલ અજાણ

આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ વનવિભાગ હરકતમાં આવ્યું છે. જોકે, હાલમાં આ વીડિયો કયા ગામનો છે અને કયા વાહન દ્વારા સિંહોની પજવણી કરવામાં આવી છે, તે અંગે વનતંત્ર અજાણ છે. વાહનની ઓળખ કરવા માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.

=" target="_blank"> =

વાયરલ વીડિયોના આધારે વનવિભાગ દ્વારા તપાસ શરૂ

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગ દ્વારા વાયરલ વિડિયોના આધારે ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. વિડિયોમાં દેખાતી કારનો નંબર તેમજ તેનું લોકેશન ટ્રેસ કરીને સિંહોને રંજાડનારા જવાબદાર ઇસમો સામે વન અધિનિયમ હેઠળ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી લોકબૂમ ઉઠી છે.


આ પણ વાંચો: Amreli News: લાઠીમાંથી અપહરણ કરાયેલી 3 વર્ષની માસૂમ બાળકીને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી, નરાધમ ઝડપાયો!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0