Amreli News : જાફરાબાદ બંદરે માછીમારોએ કર્યુ દરિયાદેવનું પૂજન, 15 ઓગસ્ટથી દરિયો ખેડવાની કરશે શરૂઆત

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સૌરાષ્ટ્રના દરિયા કાંઠે વસતા માછીમારો માછીમારી કરવા જાય તે પહેલા દરિયા દેવનું પૂજન કરી ધાર્મિકશાસ્ત્ર પ્રમાણે વિધિવત રીતે પૂજન કરે છે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર આજે માછીમારોએ દરિયાદેવનું પૂજન કર્યું, માછીમારોની સુરક્ષા માટે પ્રાર્થના કરાઈ હતી અને આગામી 15 તારીખ દરિયો ખેડવા માછીમારો રવાના થશે.
માછીમારોએ દરિયાદેવનું કર્યુ પૂજન
ગુજરાતની દરિયાઈ સીમા ઉપર માછીમારો માછીમારી કરતા હોય છે, સૌરાષ્ટ્રના દરિયા કાંઠે બંદરો પર ચોમાસાની ઋતુમાં માછીમારીની સિઝન બંધ હોય છે આગામી દિવસોમાં હવે માછીમારી શરૂ કરવા માટે અમરેલી જિલ્લામાં જાફરાબાદ દરિયા કાંઠે બંદર વિસ્તારમાં માછીમારો દ્વારા દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું છે, ધાર્મિકશાસ્ત્ર પ્રમાણે દૂધ અબીલગુલાલ વિધિવત રીતે દરિયાદેવનું પૂજન કરવામાં આવ્યું હતું જેમાં માછીમાર અગેવાનો મહિલાઓ સહીત પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
માછીમારી કરી પરત ફરે માછીમારો તે માટે પૂજન કરાય છે.
મધદરિયામાં માછીમારો માછીમારી કરવા જતા હોય છે ત્યારે તેમની સુરક્ષા માટે દરિયાદેવને પ્રાર્થના કરવામાં આવે છે માછીમારી કરી સુરક્ષિત પરત આવે તે માટે દરિયા દેવનું પૂજન કરવામાં આવે છે આવતી 15 તારીખ એ તમામ જાફરાબાદ આસપાસના માછીમારો દરિયામાં માછીમારી કરવા રવાના થશે બોટને અવનવા શણગાર સાથે તમામ તૈયારીઓ સાથે બોટ સજ્જ કરવામાં આવી છે.
What's Your Reaction?






