Amreli News: ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Jun 19, 2026 - 18:00
Amreli News: ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત વચ્ચે અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન નાગરિકોને આજે મેઘરાજાના વધામણા થયા છે. અમરેલીના ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા છે.

વાતાવરણમાં પ્રસરી ઠંડક

ખાંભા ગીરના જીક્યાળી, ધજડી અને તેની આસપાસના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળ્યો છે. લાંબા સમયના અસહ્ય ઉકળાટ બાદ પડેલા આ વરસાદને કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. જીક્યાળી ગામમાં એટલો રાબેતા મુજબનો વરસાદ પડ્યો કે, ગામની શેરીઓમાં નદીઓની જેમ વરસાદી પાણી વહેતા થયા હતા.

ખેડૂતોમાં ખુશીનો માહોલ

આ પંથકમાં વરસાદનું આગમન થતાં જ જગતનો તાત ભારે હરખમાં આવી ગયો છે. વાવણીલાયક વરસાદની આશા સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર પંથકમાં આ વરસાદી માહોલ આગામી દિવસોમાં કૃષિ કાર્ય માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે તેમ મનાઈ રહ્યું છે. જોકે, હજૂ વાવણી લાયક વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. 


આ પણ વાંચો - Amreli News: લીલીયામાં ખનીજ માફિયાઓ પર તવાઈ, 2 ડમ્પર સાથે રૂ. 9.21 લાખનો મુદ્દામાલ જપ્ત!


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0