Amreli News : અમરેલીના સાવરકુંડલમાં આવેલી નાવલી નદીના પટમાં નાવલી ઉત્સવ યોજાયો, મંત્રી કૌશિક વેકરીયા પણ જોડાયા

Oct 20, 2025 - 11:30
Amreli News : અમરેલીના સાવરકુંડલમાં આવેલી નાવલી નદીના પટમાં નાવલી ઉત્સવ યોજાયો, મંત્રી કૌશિક વેકરીયા પણ જોડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સાવરકુંડલા શહેરની વચ્ચેથી નીકળતી નાવલી નદી કેટલાય વર્ષોથી સુસુક્ત અને ગટરગંગા બની ગઈ હતી, જેને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાળાએ રીવરફ્રન્ટનો રૂપ આપવાના પ્રયાસ અને નાવલીને નવલગંગા બનાવવાના સ્વપ્ના સાથે દિપાવલીની પૂર્વ સંધ્યાએ નાવલી ઉત્સવ એટલે કે અદભુત લોકડાયરો યોજી શહેરીજનોને એક નવી ભેટ આપવાનો પ્રયાસ કર્યો છે.

વિશાળ સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું

ત્યારે આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના ન્યાય અને કાયદા તેમજ પેટ્રોકેમિકલ મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો જેમાં સાંસદ ભરતભાઈ સુતરીયા ધારાસભ્ય જેવી કાકડીયા ધારાસભ્ય જનકભાઈ તળાવિયા અને યજમાન ધારાસભ્ય મહેશભાઈ કસવાળા ઉપરાંત તેની વિશેષ ઉપસ્થિતિ રહી છે તેવા સાવરકુંડલાના માનવ મંદિરના સંત ભક્તિ બાપુ સુપ્રસિદ્ધ કથાકાર જીગ્નેશ દાદા સહિતના સંતો રાજકીય અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ભાઈ બહેનોની ઉપસ્થિતિમાં મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

અમરેલી જિલ્લાના ઇતિહાસમાં પાંચ ધારાસભ્યો અને એક સાંસદની ટીમ

મંત્રીકૌશિકભાઇ વેકરીયાએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌપ્રથમ સંતોના આશીર્વાદ લીધા હતા ત્યારબાદ કૌશિકભાઈ વેકરીયાનું નગરપાલિકા સાવરકુંડલા તેમજ અધિકારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું, કૌશિકભાઈ વેકરીયાએ નાવલી નદી અને સાવરકુંડલાના વિકાસ બાબતે ધારાસભ્ય મહેશભાઈ કસવાળાને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લાના ઇતિહાસમાં પાંચ ધારાસભ્યો અને એક સાંસદની અમારી ટીમ અમરેલી જિલ્લાને એક આગવી ઓળખ આપશે. તેમજ આગામી દિપાવલી અને નવા વર્ષની શુભકામનાઓ પણ પાઠવી હતી સાવરકુંડલાના ઇતિહાસમાં નાવલી નદીના પટમાં આવો ભવ્ય ઉત્સવ પ્રથમવાર ઉજવાયો છે

સાવરકુંડલાની નાવલી નદીના પટાંગણમાં યોજાયેલ નાવલી ઉત્સવ લોક ડાયરા પ્રસંગે ઉપસ્થિત રહેલા સંતોમાં સુપ્રસિદ્ધ કથાકાર જીગ્નેશ દાદા એ પણ પોતાના સંસમરણો વાગોળતા મંત્રી કૌશિકભાઇ વેકરીયા સાથેના સંબંધોની યાદ આપી હતી અને ધારાસભ્ય મહેશભાઈ કસવાળા દ્વારા જે વિકાસની વણથંભી વણઝારને અભિનંદન આપ્યા હતા. સાવરકુંડલા શહેરમાં સાવરકુંડલાના ઇતિહાસમાં નાવલી નદીના પટમાં આવો ભવ્ય ઉત્સવ પ્રથમવાર ઉજવાયો છે નાવલી અને શહેરના વિકાસ માટેનું આ પ્રયાસ સર્વ શ્રેષ્ઠ રહ્યો છે ત્યારે ભવિષ્યમાં આ નદીમાં નર્મદાના નિર વહેલી તકે આવે તેવું લોકો ઈચ્છે છે.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0