Amreli News : અમરેલીના વડીયામાં વૃદ્ધ દંપતિની લૂંટના ઈરાદે થઈ હત્યા, પોલીસે હત્યારાઓને ઝડપ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના વડીયા તાલુકાના ઢૂંઢિયા પીપળીયા ગામના બહુ ચર્ચિત ડબલ મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે, હત્યારાઓ ચોરી કરવાના ઇરાદે વૃદ્ધ દંપત્તિના ઘરમાં ઘુસ્યા હતા, પરંતુ વૃદ્ધ દંપતિ જાગી જતા ચોરી કરવાના બદલે વૃદ્ધ દંપતિની હત્યા કરી દીધી હતી.
ચારેય આરોપીએ ચોરી કરવાનો કર્યો હતો પ્લાન
ગત 17 / 18 જુલાઈની રાત્રીએ વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામમાં એકલા રહેતા વૃદ્ધ દંપતિની લોહીલુહાણ હાલતમાં મૃતદેહો મળી આવતા સમગ્ર જીલ્લામાં ખળભળાટ મચી ગયો હતો, આ હત્યાનો ભેદ ઉકેલવા માટે અમરેલી જિલ્લા પોલીસની છ જેટલી ટીમો કામે લાગી હતી, આખરે નવ દિવસ બાદ બહુ ચર્ચિત વૃદ્ધ દંપતિની હત્યાનો કેસ ઉકેલવામાં જીલ્લા પોલીસને સફળતા મળી છે, બેવડી હત્યા કરવા પાછળનો હેતુ ચોંકાવનારો છે, ઢુંઢીયા પીપીળીયા ગામના જ બે સગા ભાઈઓ રામજી ઉર્ફે બાલો સોલંકી, આષીશ ઉર્ફે બાવ તેમજ અનિલ ઉર્ફે અનકો સોલંકી અને એક મધ્ય પ્રદેશના જાંબવાનો મીઠ્ઠુ પીડીયાભાઈ મુહવા આ ચારેય આરોપીઓએ ચોરી કરવાની યોજના બનાવી હતી.
એક આરોપી અગાઉ ખેત મજૂરી કરતો હતો મૃતકના ત્યાં
આ યોજનામાં મુખ્ય આરોપી બાલાએ મૃતક દંપતિના ઘરમાં ચોરી કરવા માટે નક્કી કર્યું હતું. કારણકે આ બાલો અગાઉ મૃતક દંપતિને ત્યાં ખેત મજૂરી કરી ચુક્યો હતો અને જાણતો હતો કે તેઓ એકલા જ રહે છે, વૃદ્ધ છે એટલે પ્રતિકાર પણ નહી કરી શકે, આ ચારેય આરોપીઓએ યોજના બનાવી 17/18 જુલાઈની મધ્યરાત્રીએ તમામ આરોપીઓ ચકુભાઈ રાખોલીયાના ઘરમાં ઘુસ્યા હતા જ્યાં તેઓ પોતાના પત્ની કુંવરબેન સાથે મીઠી ઊંઘ માણી રહ્યા હતા.
પોલીસે હત્યાના ચારેય આરોપીને ઝડપી લીધા
જોકે આરોપીઓ દિવાલ કુદીને અંદર અવાજ આવતા ચકુભાઈ જાગી ગયા હતા અને મુખ્ય આરોપી બાલાને ઓળખી ગયા હતા અને પુછ્યું કે તુ પાગાનો છોકરો છો ને..? બસ આટલું બોલતા જ બાલા ને ખ્યાલ આવી ગયો કે આપણે ઓળખાઈ ગયા છીએ અને સવારે આપણી પોલ ખુલી જશે ત્યારબાદ ચોરીની યોજના પડતી મુકી અને ખેતી કામમાં ઉપયોગમાં લેવામાં આવતી કોષથી વૃદ્ધ દંપતિની હત્યા નિપજાવી ત્યાંથી નાસી છુટ્યા હતા.હત્યા કર્યા બાદ આરોપીઓ ત્યાંથી એક બોક્સ સાથે લઈ ગયા હતા જેમા ઈલેક્ટ્રીક સગડી હતી પોલીસે હાલ તમામ ચારેય આરોપીઓને ઝડપી લીધા છે અને કાયદેસર કાર્યવાહી હાથધરી છે.
What's Your Reaction?






