Amreli News: સાવરકુંડલા નજીક એસટી બસ અને રીક્ષા વચ્ચે અકસ્માત, 4 મુસાફરો ઈજાગ્રસ્ત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં ઓળીયા અને ચરખડિયા ગામ વચ્ચે એક માર્ગ અકસ્માતની ઘટના બની છે. મહુવા થી જામનગર જતી એસટી બસ અને એક ઓટો રીક્ષા વચ્ચે થયેલા આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ચાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે.
ઓવરટેક કરવા જતાં સર્જાયો અકસ્માત
ઘટનાની મળતી મહિતી અનુસાર, મહુવા-જામનગર રૂટની એસ.ટી. બસ જઈ રહી હતી ત્યારે પાછળથી આવતી ઓટો રીક્ષાએ બસને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં રીક્ષા ચાલકે કાબૂ ગુમાવતા રીક્ષા બસ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે રીક્ષામાં બેઠેલા ચાર પેસેન્જરોને ઈજાઓ પહોંચી હતી, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.
108 મારફતે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત ચારેય પેસેન્જરોને સારવાર અર્થે સાવરકુંડલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે રોડ પર થોડીવાર માટે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સાવરકુંડલા પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો અને ટ્રાફિક હળવો કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Amreliના ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું, ખેતરોમાં તૈયાર પાક પર 'આફત'ના ઝાપટાં
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

