Amreli: રોડ બનાવ્યા પછી એક વર્ષમાં જ ખોવાઇ ગયો!, ભ્રષ્ટાચારની ચરમસીમા
કલ્યાણપર ગામથી શાખપુર જતો રોડ બિસ્માર કલ્યાણપર, શાખપુર બંન્ને ગામોના લોકોને હાલાકી અનેક રજૂઆતો છતા કોઇ પગલા ન લેવાતા રોષ અમરેલી જિલ્લાના કલ્યાણપર ગામથી શાખપુર જતા ચાર કિલોમીટર રોડનું એક વર્ષથી ધોવાણ થઈ ચૂક્યું છે, એક વર્ષથી ધોવાણ થઇ ગયેલી જગ્યાઓ ઉપર માટી પણ પુરવામાં નથી આવી, કલ્યાણપર અને શાખપુર બંને ગામોના લોકોને ભારે હલકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની સુરક્ષા માટે સેફ્ટી દીવાલ બનાવવામાં આવી છે તેમાં પણ નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. રોડ બનાવ્યા પછી એક વર્ષમાં જ ખખડધજ હાલતમાં થયો અનેક રજૂઆતો કરવા છતાંય કોઈજ પગલાં નથી લેવાયાં જેને લઇ સ્થાનિક લોકોમાં ખુબજ રોષ જોવા મળી રહ્યોછે. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કલ્યાણપર ગામથી શાખાપુર આશરે ચાર કિલોમીટરના અંતરમાં સાત વર્ષ પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો. જેમા ગામલોકોના કહેવા પ્રમાણે આ રોડ બનાવ્યા પછી એક વર્ષમાં જ ખખડધજ હાલતમાં થઈ ચૂક્યો હતો. એટલેકે છ વર્ષથી આ રોડ બિસ્માર હાલતમાં છે. રોડ ગેરંટી પિરિયડમાં હોવા છતાં રોડનું રીપેરીંગ કરવામાં નથી આવ્યુ અને રોડ અત્યંત ખરાબ થતો ગયો છે. આજે આ રોડ ક્યા છે તે શોધવો પણ મુશ્કેલ હોય તેવી હાલત છે. તેમજ એક વર્ષ પહેલાં વરસાદના કારણે રોડ કેટલીક જગ્યાએ અડધો ધોવાઇ ગયો છે જેના કારણે કોઈ મોટું અકસ્માત પણ સર્જાઈ શકે છે, જેને લઇ બંને ગ્રામજનોએ તંત્રને અનેક વખત લેખિત રજૂઆતો કરી છે છતા પણ બહેરું અને મૂંગુ તંત્ર જાગ્યું નથી. ગ્રામજનોએ ડીડીઓ, ટીડીઓ અને ધારાસભ્યને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરી એટલુજ નહિ ગ્રામજનોએ ડીડીઓ, ટીડીઓ અને ધારાસભ્યને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે જેને લઈ તંત્રએ રોડ ઉપર ધોવાણ થતાં રોડની સાઈડમાં સેફ્ટી દીવાલો ઊભી કરી દીધી છે. પરંતુ અધિકારીઓ કદાચ તેમની ગુણવત્તા ચકાસતા જ ભૂલી ગયા હશે. દીવાલોને પત્થર ઘસવા માત્રથી દીવાલમાં લૂણો લાગ્યો હોય તેમ ખરવા લાગે છે. જેના કારણે તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થવા વ્યાજબી છે. અગાઉ પણ આવીજ રીતે રોડની સાથે સાત વર્ષ પહેલા રોડનું ધોવાણ ના થાય તેના માટે સુરક્ષા દીવાલ બનાવવામાં આવી હતી, પરંતુ ગામલોકો જણાવી રહ્યા છે કે માટે બે જ વર્ષમાં દીવાલ ધરાશાઈ થઈ ગઈ હતી અને આજે પણ એ ધરાશાઈ થયેલી દીવાલ ત્યાજ પુરાવા રૂપે પડેલી છે. મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેમ તંત્ર ઢીલી નીતિ દાખવી રહ્યું છે લોકોના કહેવા પ્રમાણે કલ્યાણપરથી શખાપુર ચાર કિલોમીટરના આ રોડ ઉપર બનાવવામાં આવેલી દીવાલો રોડથી લગભગ બેથી ત્રણ ફૂટ નીચે કરવામાં આવી છે. જેના કારણે રોડનું ખુબજ ધોવાણ થઈ રહ્યું છે જેના કારણે બંને ગામોના લોકો માટે ત્યાંથી વાહન લઈને પસાર થવું જોખમી સાબિત થઈ શકે છે. ધોવાણ થયેલી જગ્યાઓમા માટી પણ નાખી નથી શકતા અને કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેમ તંત્ર ઢીલી નીતિ દાખવી રહ્યું છે. સમગ્ર મામલે થયેલા તમામ કામની કાયદાકીય તપાસ થવી જોઈએ અને જો ગેરરીતિ જણાય તો ઉદાહરણ રૂપ દાખલો બેસાડવો જોઈએ જેથી લોકોના પૈસે લીલા લહેર કરતા સરકારી બાબુઓને ભાન આવે અને કામગીરી સારી કરવામાં આવે સરકાર લાખો રૂપિયા લોકોની વ્યવસ્થા અને સુવિધાઓ માટે ખર્ચી રહી છે પરંતુ અમુક ભ્રષ્ટ અધિકારીઓના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે આ રોડ ક્યારે રીપેર કરી લોકોને સુરક્ષિત કરાશે તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- કલ્યાણપર ગામથી શાખપુર જતો રોડ બિસ્માર
- કલ્યાણપર, શાખપુર બંન્ને ગામોના લોકોને હાલાકી
- અનેક રજૂઆતો છતા કોઇ પગલા ન લેવાતા રોષ
અમરેલી જિલ્લાના કલ્યાણપર ગામથી શાખપુર જતા ચાર કિલોમીટર રોડનું એક વર્ષથી ધોવાણ થઈ ચૂક્યું છે, એક વર્ષથી ધોવાણ થઇ ગયેલી જગ્યાઓ ઉપર માટી પણ પુરવામાં નથી આવી, કલ્યાણપર અને શાખપુર બંને ગામોના લોકોને ભારે હલકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડની સુરક્ષા માટે સેફ્ટી દીવાલ બનાવવામાં આવી છે તેમાં પણ નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
રોડ બનાવ્યા પછી એક વર્ષમાં જ ખખડધજ હાલતમાં થયો
અનેક રજૂઆતો કરવા છતાંય કોઈજ પગલાં નથી લેવાયાં જેને લઇ સ્થાનિક લોકોમાં ખુબજ રોષ જોવા મળી રહ્યોછે. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કલ્યાણપર ગામથી શાખાપુર આશરે ચાર કિલોમીટરના અંતરમાં સાત વર્ષ પહેલા રોડ બનાવવામાં આવ્યો હતો. જેમા ગામલોકોના કહેવા પ્રમાણે આ રોડ બનાવ્યા પછી એક વર્ષમાં જ ખખડધજ હાલતમાં થઈ ચૂક્યો હતો. એટલેકે છ વર્ષથી આ રોડ બિસ્માર હાલતમાં છે. રોડ ગેરંટી પિરિયડમાં હોવા છતાં રોડનું રીપેરીંગ કરવામાં નથી આવ્યુ અને રોડ અત્યંત ખરાબ થતો ગયો છે. આજે આ રોડ ક્યા છે તે શોધવો પણ મુશ્કેલ હોય તેવી હાલત છે. તેમજ એક વર્ષ પહેલાં વરસાદના કારણે રોડ કેટલીક જગ્યાએ અડધો ધોવાઇ ગયો છે જેના કારણે કોઈ મોટું અકસ્માત પણ સર્જાઈ શકે છે, જેને લઇ બંને ગ્રામજનોએ તંત્રને અનેક વખત લેખિત રજૂઆતો કરી છે છતા પણ બહેરું અને મૂંગુ તંત્ર જાગ્યું નથી.
ગ્રામજનોએ ડીડીઓ, ટીડીઓ અને ધારાસભ્યને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરી
એટલુજ નહિ ગ્રામજનોએ ડીડીઓ, ટીડીઓ અને ધારાસભ્યને પણ લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે જેને લઈ તંત્રએ રોડ ઉપર ધોવાણ થતાં રોડની સાઈડમાં સેફ્ટી દીવાલો ઊભી કરી દીધી છે. પરંતુ અધિકારીઓ કદાચ તેમની ગુણવત્તા ચકાસતા જ ભૂલી ગયા હશે. દીવાલોને પત્થર ઘસવા માત્રથી દીવાલમાં લૂણો લાગ્યો હોય તેમ ખરવા લાગે છે. જેના કારણે તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થવા વ્યાજબી છે. અગાઉ પણ આવીજ રીતે રોડની સાથે સાત વર્ષ પહેલા રોડનું ધોવાણ ના થાય તેના માટે સુરક્ષા દીવાલ બનાવવામાં આવી હતી, પરંતુ ગામલોકો જણાવી રહ્યા છે કે માટે બે જ વર્ષમાં દીવાલ ધરાશાઈ થઈ ગઈ હતી અને આજે પણ એ ધરાશાઈ થયેલી દીવાલ ત્યાજ પુરાવા રૂપે પડેલી છે.
મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેમ તંત્ર ઢીલી નીતિ દાખવી રહ્યું છે
લોકોના કહેવા પ્રમાણે કલ્યાણપરથી શખાપુર ચાર કિલોમીટરના આ રોડ ઉપર બનાવવામાં આવેલી દીવાલો રોડથી લગભગ બેથી ત્રણ ફૂટ નીચે કરવામાં આવી છે. જેના કારણે રોડનું ખુબજ ધોવાણ થઈ રહ્યું છે જેના કારણે બંને ગામોના લોકો માટે ત્યાંથી વાહન લઈને પસાર થવું જોખમી સાબિત થઈ શકે છે. ધોવાણ થયેલી જગ્યાઓમા માટી પણ નાખી નથી શકતા અને કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યા હોય તેમ તંત્ર ઢીલી નીતિ દાખવી રહ્યું છે. સમગ્ર મામલે થયેલા તમામ કામની કાયદાકીય તપાસ થવી જોઈએ અને જો ગેરરીતિ જણાય તો ઉદાહરણ રૂપ દાખલો બેસાડવો જોઈએ જેથી લોકોના પૈસે લીલા લહેર કરતા સરકારી બાબુઓને ભાન આવે અને કામગીરી સારી કરવામાં આવે સરકાર લાખો રૂપિયા લોકોની વ્યવસ્થા અને સુવિધાઓ માટે ખર્ચી રહી છે પરંતુ અમુક ભ્રષ્ટ અધિકારીઓના પાપે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે ત્યારે આ રોડ ક્યારે રીપેર કરી લોકોને સુરક્ષિત કરાશે તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે.