Amreli: પાલનપુર અને અમરેલીમાં બોમ્બની ધમકી, પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસો ખાલી કરાવાઈ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સુરત પાસપોર્ટ ઓફિસને મળેલી ધમકીની શાહી હજુ સુકાઈ નથી ત્યાં પાલનપુર અને અમરેલીમાં પણ આવી જ ધમકીભર્યા ઈ-મેઈલ મળતા સમગ્ર રાજ્યમાં સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. પાલનપુરની પાસપોર્ટ ઓફિસ અને અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પાલનપુર પાસપોર્ટ ઓફિસ નિશાન પર
પાલનપુરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ સેવા કેન્દ્રને ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. અગાઉ પણ બે વખત કલેક્ટર કચેરીને આવી ધમકીઓ મળી ચૂકી છે, ત્યારે આજે ફરી ધમકી મળતા કચેરીમાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી આખું બિલ્ડિંગ ખાલી કરાવી દેવામાં આવ્યું હતું અને તમામ સ્ટાફ તેમજ અરજદારોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
અમરેલી પોસ્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકીથી દોડધામ
બીજી તરફ અમરેલીની મુખ્ય પોસ્ટ ઓફિસને પણ ઈ-મેઈલ દ્વારા બોમ્બની ધમકી મળી છે. આ ગંભીર મેસેજ બાદ અમરેલી ફાયર ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDS) અને સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સાવચેતીના ભાગરૂપે આખું બિલ્ડિંગ ખાલી કરાવીને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.તંત્ર દ્વારા તપાસ તેજ
એક જ દિવસે રાજ્યના વિવિધ શહેરોની સરકારી કચેરીઓને નિશાન બનાવતા ઈ-મેઈલ મળતા સાયબર ક્રાઈમ અને ગુપ્તચર એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ કોઈ પૂર્વઆયોજિત કાવતરું છે કે માત્ર અફવા ફેલાવવાનો પ્રયાસ, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.
આ પણ વાંચો: Surat: ઉમરા પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વહેલી સવારે ઈ-મેઈલ આવતા હડકંપ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

