Amreli નગર પાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવેલ નિવેદનથી રાજકારણ ગરમાયુ

દર માસે એજન્સી દ્વારા મુકવામાં આવતાં બીલમાં કપાતો કરી ચુકવણું કરવામાં આવે છે શહેરની સ્વચ્છતા અંગે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાથી નિયમાનુસાર વર્ક ઓર્ડર પાલિકા પ્રમૂખ બિપીન લીંબાણીએ જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ આપી અમરેલી નગર પાલિકા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો વારંવાર કરવામાં આવી રહ્યા છે તે સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ અમરેલી નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવતા તેને લઈ રાજકારણ ગરમાયુ છે. અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ બિપીનભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અંગે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાથી નિયમાનુસાર વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો. જનતાને ગુમરાહ કરવાનો આંકડો હોવાનું જણાવ્યું દર માસે એજન્સી દ્વારા મુકવામાં આવતાં બીલમાં કપાતો કરી ચુકવણું કરવામાં આવે છે. જે ચુકવણાની રકમમાં સોશિયલ મીડિયામાં અને સમાચાર મીડિયામાં ખોટો આંકડો સામે આવ્યો હતો. જે ખરેખર આરોગ્ય શાખાનાં કર્મચારીઓના પગાર અને એજન્સીનું બીલ સહિત કુલ રૂ.60 લાખ જેટલું જ થાય છે. રૂ.1.5 કરોડની રકમ નગરપાલિકાની તમામ શાખાનાં કર્મચારીઓનાં પગાર તેમજ એજન્સીનાં બીલની રકમ સહિત થાય છે, ખરેખર રૂ.1.5 કરોડનાં ખર્ચની રકમ આમ જનતાને ગુમરાહ કરવાનો આંકડો હોવાનું જણાવ્યું હતું. પાલિકા પ્રમૂખ બિપીન લીંબાણીએ જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ આપી વિરોધપક્ષનાં મિત્રો ખોટી પ્રસિદ્ધી હાસલ કરવા હવાતિયા મારી રહેલ છે. ભ્રષ્ટાચારનાં આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. ભ્રષ્ટાચાર સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. તેવું પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું. અવાર નવાર સોશિયલલ મીડિયા અને શહેર જનો તેમજ વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હોય ત્યારે પાલિકા પ્રમૂખ બિપીન લીંબાણીએ મેદાનમાં આવીને ચેલેંજ મારી અને ભ્રષ્ટાચાર સાબિત કરી આપે તો જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ આપી છે.

Amreli નગર પાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવેલ નિવેદનથી રાજકારણ ગરમાયુ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • દર માસે એજન્સી દ્વારા મુકવામાં આવતાં બીલમાં કપાતો કરી ચુકવણું કરવામાં આવે છે
  • શહેરની સ્વચ્છતા અંગે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાથી નિયમાનુસાર વર્ક ઓર્ડર
  • પાલિકા પ્રમૂખ બિપીન લીંબાણીએ જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ આપી

અમરેલી નગર પાલિકા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો વારંવાર કરવામાં આવી રહ્યા છે તે સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ અમરેલી નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવતા તેને લઈ રાજકારણ ગરમાયુ છે. અમરેલી નગરપાલિકાનાં પ્રમુખ બિપીનભાઈ લીંબાણીએ જણાવ્યું હતું કે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અંગે ઓનલાઈન ટેન્ડર પ્રક્રિયાથી નિયમાનુસાર વર્ક ઓર્ડર આપવામાં આવેલ હતો.

જનતાને ગુમરાહ કરવાનો આંકડો હોવાનું જણાવ્યું

દર માસે એજન્સી દ્વારા મુકવામાં આવતાં બીલમાં કપાતો કરી ચુકવણું કરવામાં આવે છે. જે ચુકવણાની રકમમાં સોશિયલ મીડિયામાં અને સમાચાર મીડિયામાં ખોટો આંકડો સામે આવ્યો હતો. જે ખરેખર આરોગ્ય શાખાનાં કર્મચારીઓના પગાર અને એજન્સીનું બીલ સહિત કુલ રૂ.60 લાખ જેટલું જ થાય છે. રૂ.1.5 કરોડની રકમ નગરપાલિકાની તમામ શાખાનાં કર્મચારીઓનાં પગાર તેમજ એજન્સીનાં બીલની રકમ સહિત થાય છે, ખરેખર રૂ.1.5 કરોડનાં ખર્ચની રકમ આમ જનતાને ગુમરાહ કરવાનો આંકડો હોવાનું જણાવ્યું હતું.

પાલિકા પ્રમૂખ બિપીન લીંબાણીએ જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ આપી

વિરોધપક્ષનાં મિત્રો ખોટી પ્રસિદ્ધી હાસલ કરવા હવાતિયા મારી રહેલ છે. ભ્રષ્ટાચારનાં આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. ભ્રષ્ટાચાર સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવા તૈયાર છું. તેવું પાલિકાના પ્રમુખે જણાવ્યું હતું. અવાર નવાર સોશિયલલ મીડિયા અને શહેર જનો તેમજ વિરોધ પક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો થતા હોય ત્યારે પાલિકા પ્રમૂખ બિપીન લીંબાણીએ મેદાનમાં આવીને ચેલેંજ મારી અને ભ્રષ્ટાચાર સાબિત કરી આપે તો જાહેર જીવન છોડી દેવાની ચેલેન્જ આપી છે.