Amreliમાં લગ્નના એક દિવસ અગાઉ ભાવી પત્નીના પ્રેમીએ વરરાજાની કરી હત્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલીના ધારીમાં એક એવી ઘટના બની કે તમે પણ વાંચીને ચૌંકી ઉઠશો,ધારીના મિઠાપુર (નક્કી) ગામે લગ્નના આગલા દિવસે વરરાજાની હત્યા કરી દેવામાં આવી છે,ભાવી પત્નીના પ્રેમીએ જ કરી વરરાજાની હત્યા તો ઘટનાની જાણ થતાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
ભાવી પત્નીના પ્રેમીએ કરી હત્યા
અમરેલીના ધારીમાં લગ્નના આગલા દિવસે ભાવી પત્નીના પ્રેમીએ વરરાજાની હત્યા કરી દીધી છે,હત્યારા સોયબે મૃતક વિશાલને સીમમાં મળવા બોલાવ્યો હતો અને ત્યાં આગળ જ હત્યા કરી દેવાઈ હતી,મૃતક વિશાલ મકવાણાની હત્યા કરી દેતા પરિવારમાં આક્રંદ છવાયો છે અને પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે,ભાવી પત્નીની પણ પોલીસે પૂછપરછ કરી છે,ત્યારે લગ્નના એક દિવસ પહેલા જ હત્યા થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.
ગામની સીમમાં સોયેબે કરી વિશાલ મકવાણાની હત્યા
ગામની સીમમાં સોયબે વિશાલની હત્યા કરી અને હત્યારો ત્યાંથી ફરાર થઈ ગયો છે,પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે,હજી સુધી આરોપી પોલીસના હાથે આવ્યો નથી,તો પોલીસે મૃતદેહને પીએમ માટે ભાવનગર મોકલી આપ્યો હતો અને ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપાયો અને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે.માતા-પિતા ચૌધાર આંસુએ રડી રહ્યાં છે.ત્યારે ગ્રામજનોમાં પણ ગુસ્સો જોવા મળ્યો છે અને હત્યારાને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.
What's Your Reaction?






