Amreliના રાજુલામાં હોસ્પિટલ તો બની ગઈ પરંતુ ડોકટરોની જગ્યા ખાલી રહી
અમરેલી જિલ્લાની બીજા નંબરની રાજુલા શહેરની જનરલ સિવિલ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા છે પરંતુ મોટાભાગના ડોક્ટરની જગ્યા ખાલી પડતા વેપારીઓએ સરકાર પાસે માંગ કરી છે કે ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ડોકટરની ભરતી કરાય.અમરેલી જિલ્લામા અતિ મહત્વનો વિસ્તાર રાજુલા જાફરબાદ ખાંભા પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમા જિલ્લાની બીજા નંબરની રાજુલા જનરલ હોસ્પિટલમાં સુવિધાને લઇ રાજય સરકાર દ્વારા તમામ સુવિધાઓ આપવા આવી પરંતુ તેને ચલાવનારા મોટાભાગના ડોકટર સ્ટાફની જગ્યાઓ ખાલી છે. ગામડાના લોકો આવે છે મોટી સંખ્યામાં હોસ્પિટલ સારી છે પરંતુ દર્દીઓ અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.હોસ્પિટલ ચલાવનારા જવાબદાર ડોકટર અધિક્ષક આર.એમ.ઓ જેવી જગ્યા પણ વર્ષોથી ખાલી છે જેથી અન્ય ડોકટરોને ચાર્જ આપી ગાડુ ચલાવાઈ રહ્યું છે બીજી તરફ દર્દીઓની સવારથી જ આ સિવિલ હોસ્પિટલમાં લાઇન લાગે છે અન્ય ડોક્ટરોના અભાવે દર્દીઓને બહાર જવાની ફરજ પડે છે અહીંયા દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે. કેટલાક દર્દીઓ સાથે વાતચીત કરી તો દર્દીઓએ કહ્યું કાયમી ડોકટરોની જગ્યા ભરો, અહીં ગામડાના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે. જગ્યા ખાલી પણ ભરતી નહી રાજુલા જનરલ સિવિલ હોસ્પિટલમાં ગાયનેકની 4 જગ્યા છે કોઈ ડોકટર નથી હાલમાં સીએમ સેતુ અંતર્ગત 1 ડોકટર અઠવાડિયામાં 3 દિવસ માત્ર એક એક કલાક આવશે પરંતુ કોઈ આવતા નથી.વર્ષ 2016થી સર્જનની જગ્યા ખાલી, પીડિયાટીક બાળકની 2 જગ્યા છે જેમાં 1 હાજર થયા છે રેડીયોલોજીસ્ટ 1 ખાલી જગ્યા,અધિક્ષકની જગ્યા 2022થી ખાલી હોવાને કારણે ઇન્ચાર્જથી ચલાવે છે,2014થી આર.એમ.ઓ.ની જગ્યા ખાલી છે ઇન્ચાર્જથી ચલાવે છે,એનેથીસીયાની જગ્યા ખાલી છે,માનસિક રોગના ડોક્ટરની જગ્યા ખાલી છે,ઇ.એન.ટી.કાન અને ગળાના ડોક્ટરની જગ્યા ખાલી છે,આંખના ડોકટર નથી જગ્યા ખાલી,એક્સરે ટેક્નિશનની જગ્યા ખાલી,વહીવટી અધિકારીની 2 જગ્યા ખાલી ઇન્ચાર્જ ચલાવે છે,ચીફ ફાર્મસીની 1, અને 100 બેડની હોસ્પિટલ હોવા છતાં હજુ સુધી સિક્યુરિટી ગાર્ડની મેહકમ મંજુર થયું નથી. મકાનો પણ જર્જરીત મેડિકલ ઓફિસર 4ની જગ્યા છે તેમાં મેહકમ વધુ હોવું જોઈએ ઉપરાંત 100 બેડની જનરલ હોસ્પિટલમાં વર્ષો જુના ક્વાર્ટર હતા તે અતિ જર્જરિત હોવાને કારણે ખરાબ થયા હોવાથી ઉચ્ચ કક્ષાએથી તેને પાડી દેવા માટેની મંજૂરીઓ આપી દેવાઈ છે પરંતુ હજુ સુધીમાં પાડવામાં આવ્યું નથી જેના કારણે નવા કવાટર્સની કામગીરી શરૂ કરવામાં આવતી નથી જેથી ડોકટર સ્ટાફ હાલમાં જે ફરજ બજાવે છે તે અન્ય પ્રાઇવેટ મકાનોમાં રહેવાની ફરજ પડી છે કવાટર્સ અભાવે ડોકટર સ્ટાફને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ડોકટર નથી થતા હાજર રાજુલા હોસ્પિટલમાં ડોકટરોની ઘટને લઈ શહેરના ચેમ્બર ઓફ કોમર્સ સહિત વેપારીઓની માંગ ઉઠી છે સિવિલ હોસ્પિટલમાં પૂરતા સ્ટાફની જગ્યાઓ ભરવા રાજય સરકાર પાસે લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ સંદેશ ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરતા એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે અહીં હોસ્પિટલમાં ગાયનેક ડોકટર ક્ષમાબેન વ્યાસ તારીખ 29/05/2017થી હોસ્પિટલમાં ગેરહાજરી છે 2020 કોવિડ કોરોના કાળ દરમિયાન અવાર નવાર નોટિસો આપી હાજર થવા માટે કહ્યું પરંતુ તેઓ હાજર થતા નથી તારીખ 01-01-2024એ ગાયનેક ડોક્ટર ક્ષમાબેન વ્યાસ દ્વારા પોતાનું રાજીનામુ મોકલી આપવામાં આવ્યું હતું પરંતુ મંજુર કરવામાં આવ્યું નથી. ડોક્ટર વિહોણી હોસ્પિટલ રાજુલા હોસ્પિટલમાં કરોડોના ખર્ચથી સિવિલ હોસ્પિટલ આપી પરંતુ ડોકટર સ્ટાફના અભાવે હાલ તો હોસ્પિટલ ડોક્ટર વિહોણી બની હોય તેવી હાલત છે એક્સરે મશીન સોનોગ્રાફી જેવા મશીનો રાજય સરકારના ધૂળ ખાઈ રહી છે કોઈ ચલાવવા વાળું નથી તો દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમા આવેલ જિલ્લાની બીજા નંબરની હોસ્પિટલમાં સરકાર વધુ સ્ટાફ ડોકટરોની નિમણૂક કરશે કે કેમ? તે તો અવનારો સમયજ બતાવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમરેલી જિલ્લાની બીજા નંબરની રાજુલા શહેરની જનરલ સિવિલ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા છે પરંતુ મોટાભાગના ડોક્ટરની જગ્યા ખાલી પડતા વેપારીઓએ સરકાર પાસે માંગ કરી છે કે ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ડોકટરની ભરતી કરાય.અમરેલી જિલ્લામા અતિ મહત્વનો વિસ્તાર રાજુલા જાફરબાદ ખાંભા પીપાવાવ પોર્ટ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમા જિલ્લાની બીજા નંબરની રાજુલા જનરલ હોસ્પિટલમાં સુવિધાને લઇ રાજય સરકાર દ્વારા તમામ સુવિધાઓ આપવા આવી પરંતુ તેને ચલાવનારા મોટાભાગના ડોકટર સ્ટાફની જગ્યાઓ ખાલી છે.
ગામડાના લોકો આવે છે મોટી સંખ્યામાં
હોસ્પિટલ સારી છે પરંતુ દર્દીઓ અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.હોસ્પિટલ ચલાવનારા જવાબદાર ડોકટર અધિક્ષક આર.એમ.ઓ જેવી જગ્યા પણ વર્ષોથી ખાલી છે જેથી અન્ય ડોકટરોને ચાર્જ આપી ગાડુ ચલાવાઈ રહ્યું છે બીજી તરફ દર્દીઓની સવારથી જ આ સિવિલ હોસ્પિટલમાં લાઇન લાગે છે અન્ય ડોક્ટરોના અભાવે દર્દીઓને બહાર જવાની ફરજ પડે છે અહીંયા દર્દીઓ મોટી સંખ્યામાં આવે છે. કેટલાક દર્દીઓ સાથે વાતચીત કરી તો દર્દીઓએ કહ્યું કાયમી ડોકટરોની જગ્યા ભરો, અહીં ગામડાના લોકો પણ ખૂબ મોટી સંખ્યામાં આવતા હોય છે.
જગ્યા ખાલી પણ ભરતી નહી
રાજુલા જનરલ સિવિલ હોસ્પિટલમાં ગાયનેકની 4 જગ્યા છે કોઈ ડોકટર નથી હાલમાં સીએમ સેતુ અંતર્ગત 1 ડોકટર અઠવાડિયામાં 3 દિવસ માત્ર એક એક કલાક આવશે પરંતુ કોઈ આવતા નથી.વર્ષ 2016થી સર્જનની જગ્યા ખાલી, પીડિયાટીક બાળકની 2 જગ્યા છે જેમાં 1 હાજર થયા છે રેડીયોલોજીસ્ટ 1 ખાલી જગ્યા,અધિક્ષકની જગ્યા 2022થી ખાલી હોવાને કારણે ઇન્ચાર્જથી ચલાવે છે,2014થી આર.એમ.ઓ.ની જગ્યા ખાલી છે ઇન્ચાર્જથી ચલાવે છે,એનેથીસીયાની જગ્યા ખાલી છે,માનસિક રોગના ડોક્ટરની જગ્યા ખાલી છે,ઇ.એન.ટી.કાન અને ગળાના ડોક્ટરની જગ્યા ખાલી છે,આંખના ડોકટર નથી જગ્યા ખાલી,એક્સરે ટેક્નિશનની જગ્યા ખાલી,વહીવટી અધિકારીની 2 જગ્યા ખાલી ઇન્ચાર્જ ચલાવે છે,ચીફ ફાર્મસીની 1, અને 100 બેડની હોસ્પિટલ હોવા છતાં હજુ સુધી સિક્યુરિટી ગાર્ડની મેહકમ મંજુર થયું નથી.
મકાનો પણ જર્જરીત
મેડિકલ ઓફિસર 4ની જગ્યા છે તેમાં મેહકમ વધુ હોવું જોઈએ ઉપરાંત 100 બેડની જનરલ હોસ્પિટલમાં વર્ષો જુના ક્વાર્ટર હતા તે અતિ જર્જરિત હોવાને કારણે ખરાબ થયા હોવાથી ઉચ્ચ કક્ષાએથી તેને પાડી દેવા માટેની મંજૂરીઓ આપી દેવાઈ છે પરંતુ હજુ સુધીમાં પાડવામાં આવ્યું નથી જેના કારણે નવા કવાટર્સની કામગીરી શરૂ કરવામાં આવતી નથી જેથી ડોકટર સ્ટાફ હાલમાં જે ફરજ બજાવે છે તે અન્ય પ્રાઇવેટ મકાનોમાં રહેવાની ફરજ પડી છે કવાટર્સ અભાવે ડોકટર સ્ટાફને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ડોકટર નથી થતા હાજર
રાજુલા હોસ્પિટલમાં ડોકટરોની ઘટને લઈ શહેરના ચેમ્બર ઓફ કોમર્સ સહિત વેપારીઓની માંગ ઉઠી છે સિવિલ હોસ્પિટલમાં પૂરતા સ્ટાફની જગ્યાઓ ભરવા રાજય સરકાર પાસે લોકો માંગ કરી રહ્યા છે. પરંતુ સંદેશ ન્યૂઝની ટીમે રિયાલિટી ચેક કરતા એક ચોંકાવનારી માહિતી પણ સામે આવી છે અહીં હોસ્પિટલમાં ગાયનેક ડોકટર ક્ષમાબેન વ્યાસ તારીખ 29/05/2017થી હોસ્પિટલમાં ગેરહાજરી છે 2020 કોવિડ કોરોના કાળ દરમિયાન અવાર નવાર નોટિસો આપી હાજર થવા માટે કહ્યું પરંતુ તેઓ હાજર થતા નથી તારીખ 01-01-2024એ ગાયનેક ડોક્ટર ક્ષમાબેન વ્યાસ દ્વારા પોતાનું રાજીનામુ મોકલી આપવામાં આવ્યું હતું પરંતુ મંજુર કરવામાં આવ્યું નથી.
ડોક્ટર વિહોણી હોસ્પિટલ
રાજુલા હોસ્પિટલમાં કરોડોના ખર્ચથી સિવિલ હોસ્પિટલ આપી પરંતુ ડોકટર સ્ટાફના અભાવે હાલ તો હોસ્પિટલ ડોક્ટર વિહોણી બની હોય તેવી હાલત છે એક્સરે મશીન સોનોગ્રાફી જેવા મશીનો રાજય સરકારના ધૂળ ખાઈ રહી છે કોઈ ચલાવવા વાળું નથી તો દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ રાજુલા જાફરાબાદ ખાંભા વિસ્તારમા આવેલ જિલ્લાની બીજા નંબરની હોસ્પિટલમાં સરકાર વધુ સ્ટાફ ડોકટરોની નિમણૂક કરશે કે કેમ? તે તો અવનારો સમયજ બતાવશે.