Amreliના બાબરમાં ચાલુ સ્કૂલ બસમાં લાગી આગ,15 વિધાર્થીઓનો થયો આબાદ બચાવ

જનતા વિદ્યાલયની સ્કૂલ બસમાં આગથી દોડધામ મચી રાણપરથી થોરખાણ જતી હતી સ્કૂલ બસ 15 જેટલા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ અમરેલીના બાબરમાં ચાલુ સ્કૂલ બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,વિધાર્થીઓ ભરેલી બસ શાળાએ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી,સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોએ બાળકોને બસમાથી બહાર કાઢયા હતા,આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,ડ્રાઈવર અને બાળકોનો બચાવ થયો છે. શોર્ટ સર્કીટ થતા લાગી આગ બાબરા શહેરની જનતા વિદ્યાલયની સ્કૂલ બસ ભડભડ સળગી ઉઠતા વિધાર્થીઓના જીવ તાળે ચોંટયા હતા,રાણપરથી થોરખાણ જતી સ્કૂલ બસમાં શોટ સર્કિટ થતા આગ લાગી હોવાની માહિતી સામે આવી છે,ફાયર વિભાગ દ્રારા આગને કાબુમાં લેવામાં આવી છે,તો પોલીસ દ્રારા સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરવામાં આવી છે,આ ઘટનામાં કોઈ જાનહાની ના થતા વિધાર્થીઓએ અને તેમના માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.બાળકોને અન્ય વાહન મારફતે શાળામા મોકલાયા હતા. સમય પ્રમાણે સ્કૂલ વાહનો ચેક કરાવવા જોઈએ ઘણીવાર આવા સમાચાર સાંભળ્યા છે કે,ચાલુ વાહને બસમાં કે સ્કૂલ વેનમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે,ત્યારે ડ્રાઈવરો દ્રારા સમય પ્રમાણે બસ તેમજ સ્કૂલ વાનનું ચેકિંગ કરાવવું જોઈએ,જો બસ,રીક્ષા કે સ્કૂલ વાન સીએનજી દ્રારા ચાલતી હોય છે તેને દર બે મહિને ચેકિંગ કરાવવું જોઈએ,જો ચેકિંગ કરાવવામાં આવશે તો કોઈ તકલીફ હશે તો તેનું નિરાકરણ આવશે અને મોટી દુર્ઘટના થતા અટકાવી શકાશે. 13-07-2024ના રોજ મહેસાણામા પણ બની આવી જ ઘટના મહેસાણાના બહુચરાજીમાં એક મહિના અગાઉ અચાનક સ્કૂલવાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી,બાળકોને વેનમાં ભરીને સ્કૂલે મૂકવા વેન જઈ રહી હતી તે દરમિયાન અચાનક આગ લાગતા બાળકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવ્યુ હતુ.ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.

Amreliના બાબરમાં ચાલુ સ્કૂલ બસમાં લાગી આગ,15 વિધાર્થીઓનો થયો આબાદ બચાવ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • જનતા વિદ્યાલયની સ્કૂલ બસમાં આગથી દોડધામ મચી
  • રાણપરથી થોરખાણ જતી હતી સ્કૂલ બસ
  • 15 જેટલા વિદ્યાર્થીઓનો આબાદ બચાવ

અમરેલીના બાબરમાં ચાલુ સ્કૂલ બસમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,વિધાર્થીઓ ભરેલી બસ શાળાએ જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી,સમગ્ર ઘટનાને લઈ સ્થાનિકોએ બાળકોને બસમાથી બહાર કાઢયા હતા,આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી,ડ્રાઈવર અને બાળકોનો બચાવ થયો છે.

શોર્ટ સર્કીટ થતા લાગી આગ

બાબરા શહેરની જનતા વિદ્યાલયની સ્કૂલ બસ ભડભડ સળગી ઉઠતા વિધાર્થીઓના જીવ તાળે ચોંટયા હતા,રાણપરથી થોરખાણ જતી સ્કૂલ બસમાં શોટ સર્કિટ થતા આગ લાગી હોવાની માહિતી સામે આવી છે,ફાયર વિભાગ દ્રારા આગને કાબુમાં લેવામાં આવી છે,તો પોલીસ દ્રારા સમગ્ર ઘટનાને લઈ તપાસ હાથધરવામાં આવી છે,આ ઘટનામાં કોઈ જાનહાની ના થતા વિધાર્થીઓએ અને તેમના માતા-પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.બાળકોને અન્ય વાહન મારફતે શાળામા મોકલાયા હતા.

સમય પ્રમાણે સ્કૂલ વાહનો ચેક કરાવવા જોઈએ

ઘણીવાર આવા સમાચાર સાંભળ્યા છે કે,ચાલુ વાહને બસમાં કે સ્કૂલ વેનમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે,ત્યારે ડ્રાઈવરો દ્રારા સમય પ્રમાણે બસ તેમજ સ્કૂલ વાનનું ચેકિંગ કરાવવું જોઈએ,જો બસ,રીક્ષા કે સ્કૂલ વાન સીએનજી દ્રારા ચાલતી હોય છે તેને દર બે મહિને ચેકિંગ કરાવવું જોઈએ,જો ચેકિંગ કરાવવામાં આવશે તો કોઈ તકલીફ હશે તો તેનું નિરાકરણ આવશે અને મોટી દુર્ઘટના થતા અટકાવી શકાશે.

13-07-2024ના રોજ મહેસાણામા પણ બની આવી જ ઘટના

મહેસાણાના બહુચરાજીમાં એક મહિના અગાઉ અચાનક સ્કૂલવાનમાં આગ લાગતા અફરાતફરી મચી હતી,બાળકોને વેનમાં ભરીને સ્કૂલે મૂકવા વેન જઈ રહી હતી તે દરમિયાન અચાનક આગ લાગતા બાળકોને નીચે ઉતારી દેવામાં આવ્યા હતા.પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું સામે આવ્યુ હતુ.ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.