Americaથી ડિપોર્ટ કરેલા 33 ગુજરાતીઓ આવતીકાલ સુધી ગુજરાત આવી જશે: નીતિન પટેલ

Feb 5, 2025 - 16:00
Americaથી ડિપોર્ટ કરેલા 33 ગુજરાતીઓ આવતીકાલ સુધી ગુજરાત આવી જશે: નીતિન પટેલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 33 ગુજરાતીઓ સહિત 100થી વધુ ભારતીયો દેશમાં પરત ફર્યા છે, જેમાં સૌથી વધુ ગાંધીનગર જિલ્લાના સ્થાનિકો છે, USAમાં નો એન્ટ્રીથી આવેલા લોકોનો નિકાલ કરવામાં આવ્યો છે. મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના સૌથી વધુ લોકો આમાં સામેલ છે. જેમાં મહેસાણા અને ગાંધીનગરના 12 લોકો, સુરતથી 4, અમદાવાદથી 2 લોકો, વડોદરા, ખેડા અને પાટણમાં 1-1 વ્યક્તિ પરત ફરશે.

ડિપોર્ટ થયેલ ગુજરાતીઓને લઈ નીતિન પટેલનું નિવેદન

ડિપોર્ટ થયેલા ગુજરાતીઓને લઈ પૂર્વ DyCM નીતિન પટેલે નિવેદન આપતા કહ્યું કે તમામ લોકો સાથે મારી સહાનુભૂતિ છે. આ લોકો વિદેશમાં ધંધા રોજગાર કરતા હતા, જેનાથી તેમના પરિવારને મદદ થતી હતી. આ તમામ યુવકો આપણા ભાઈઓ જ છે. ગુજરાતીઓએ ગંભીર પ્રકારના કોઈ ગુના અમેરિકામાં કર્યા નથી. અમેરિકાએ પરત મોકલેલા નાગરિકોમાંથી 33 ગુજરાતના છે. હાલમાં પંજાબ સરકારે આ તમામ લોકોને આવર્કાયા છે અને પંજાબ સરકાર જે-તે રાજ્યોના યુવાનોને પરત મોકલશે.

ગુજરાતીઓએ ગંભીર પ્રકારના ગુના અમેરિકામાં કર્યા નથી: નીતિન પટેલ

નીતિન પટેલે વધુમાં કહ્યું કે આ તમામ યુવકો આવતીકાલ સુધીમાં રાજ્યમાં આવી જશે. આ તમામ યુવકો આપણા ભાઈઓ જ છે. ગુજરાતીઓએ ગંભીર પ્રકારના ગુના અમેરિકામાં કર્યા નથી. કેરિયર બનાવવા માટે યુવકો અમેરિકામાં ગયા હતા અને યુવકો ત્યાં રહી શાંતિથી વ્યવસાય તેમજ નોકરી કરી રહ્યા હતા અને કમાયેલી રકમ ભારત સરકારના માધ્યમથી મોકલતા હતા. ત્યાં થતી કમાણી દ્વારા યુવાનો માતાપિતાને મદદરૂપ થતા હોય છે.

જાણો કોણ-કોણ પરત ફરશે

  1. કેતન દરજી , ખોરજ, ગાંધીનગર
  2. પ્રેક્ષા પ્રજાપતિ, પ્રજાપતિ વાસ, પેથાપુર, ગાંધીનગર
  3. બળદેવ ચૌધરી, બાપુપુરા માણસા
  4. ઋચી ચૌધરી, ઈન્દ્રપુરા, માણસા
  5. માયરા પટેલ, ગાર્ડન સિટી, કલોલ
  6. રીશિતા પટેલ, ગાર્ડન સિટી, કલોલ
  7. કરણસિંહ ગોહીલ, બોરૂ, માણસા
  8. મિત્તલબેન ગોહીલ, બોરૂ, માણસા
  9. હેયાન ગોહિલ, બોરૂ, માણસા

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0