AMC કમિશનરે સાબરમતી નદીમાં કેમિકલયુકત પાણી છોડતા યુનિટને સિલ કરવા આપ્યા આદેશ

રાત્રીનાં અંધારાનો લાભ લઇને કેમિકલનાં પાણી છોડતા યુનિટ સામે થશે કાર્યવાહી સુએજ લાઈનમાં કનેક્શન આપી પાણી છોડાય છે સાબરમતી નદીમાં કમિશનરે બેઠકમાં અધિકારીઓને આપ્યા આદેશ AMC કમિશનરે સાબરમતી નદીમાં કેમિકલ યુકત પાણી છોડતા યુનિટને સિલ કરવા આદેશ આપ્યા છે.થોડા સમય પહેલા અધિકારીઓએ સુએજ લાઈન જોડાણ ચેક કરતા નારોલ દાણીલીમડાનાં 78 એકમો હોવાનું સામે આવ્યું હતું.તમામ યુનિટ ચાલી રહ્યા છે જીપીસીબી અને AMCની મંજૂરી વગર ત્યારે તંત્ર હવે મોડે મોડે કડક કામગીરી કરવા મથી રહ્યું છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને કરી ટકોર સાબરમતી નદીના પ્રદૂષણને લઈને હાઈકોર્ટે સુઓમોટો લીધી છે અને જવાબદાર એકમો સામે કાર્યવાહી કરેલો રિપોર્ટ ફરીથી રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે હજુ બેદરકારી રાખો એટલે નદીની હાલત દયનીય બનશે. નદીમાં કેમિકલ ઠાલવતા 61 એકમો સામે કરાઈ કાર્યવાહી સાબરમતી નદીમાં કેમિકલવાળું પ્રદૂષિત પાણી છોડતાં 61 ઔદ્યોગિક એકમો સામે 2022 અને 2023ના કેલેન્ડર વર્ષ દરમિયાન પગલાં ભરાયા હતા, જે પૈકી 32 એકમોને ક્લોઝર સહિત અન્ય હુકમ કરાયા, જ્યારે 12 એકમોને કારણદર્શક નોટિસો, 16 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન તથા એક એકમને લીગલ નોટિસ અપાઈ હતી. જે 32 એકમોને તાળાં માર્યા હતા, તે પૈકી 10એે જરૂરી પૂર્તતા કરી નિયમ પાળવાનું શરૂ કરતાં તે ઉદ્યોગો ફરી ચાલુ થયા હતા. વિધાનસભામાં પણ આ મુદ્દો ગાજયો હતો વિધાનસભામાં આ માહિતી પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અપાઈ હતી. આ પ્રશ્નની ચર્ચામાં વિપક્ષ તરફથી એવા આક્ષેપો થયા હતા કે, સાબરમતી નદી શુદ્ધીકરણના દાવા રાજ્ય સરકાર ભલે કરતી, પરંતુ આજની તારીખે પણ ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત કેમિકલ કદડો સાબરમતી નદીમાં વહાવવાનું ચાલુ જ છે, જીપીસીબી દ્વારા આવા ઉદ્યોગોને નોટિસો આપે છે અને પછી એમની સાથે જીપીસીબીના અધિકારીઓ સેટિંગ કરે છે. દાણીલીમડા, નારોલ, શાહવાડી, સૈજપુર વગેરેના ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતી નદીને પ્રદૂષિત કરાતી હોવાની ફરિયાદ દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્યએ જ કરી હતી.

AMC કમિશનરે સાબરમતી નદીમાં કેમિકલયુકત પાણી છોડતા યુનિટને સિલ કરવા આપ્યા આદેશ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • રાત્રીનાં અંધારાનો લાભ લઇને કેમિકલનાં પાણી છોડતા યુનિટ સામે થશે કાર્યવાહી
  • સુએજ લાઈનમાં કનેક્શન આપી પાણી છોડાય છે સાબરમતી નદીમાં
  • કમિશનરે બેઠકમાં અધિકારીઓને આપ્યા આદેશ

AMC કમિશનરે સાબરમતી નદીમાં કેમિકલ યુકત પાણી છોડતા યુનિટને સિલ કરવા આદેશ આપ્યા છે.થોડા સમય પહેલા અધિકારીઓએ સુએજ લાઈન જોડાણ ચેક કરતા નારોલ દાણીલીમડાનાં 78 એકમો હોવાનું સામે આવ્યું હતું.તમામ યુનિટ ચાલી રહ્યા છે જીપીસીબી અને AMCની મંજૂરી વગર ત્યારે તંત્ર હવે મોડે મોડે કડક કામગીરી કરવા મથી રહ્યું છે.

ગુજરાત હાઈકોર્ટે સરકારને કરી ટકોર

સાબરમતી નદીના પ્રદૂષણને લઈને હાઈકોર્ટે સુઓમોટો લીધી છે અને જવાબદાર એકમો સામે કાર્યવાહી કરેલો રિપોર્ટ ફરીથી રજૂ કરવા માટે ગુજરાત હાઈકોર્ટે સરકારને આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર કરતા કહ્યું કે હજુ બેદરકારી રાખો એટલે નદીની હાલત દયનીય બનશે.

નદીમાં કેમિકલ ઠાલવતા 61 એકમો સામે કરાઈ કાર્યવાહી

સાબરમતી નદીમાં કેમિકલવાળું પ્રદૂષિત પાણી છોડતાં 61 ઔદ્યોગિક એકમો સામે 2022 અને 2023ના કેલેન્ડર વર્ષ દરમિયાન પગલાં ભરાયા હતા, જે પૈકી 32 એકમોને ક્લોઝર સહિત અન્ય હુકમ કરાયા, જ્યારે 12 એકમોને કારણદર્શક નોટિસો, 16 એકમોને નોટિસ ઓફ ડાયરેક્શન તથા એક એકમને લીગલ નોટિસ અપાઈ હતી. જે 32 એકમોને તાળાં માર્યા હતા, તે પૈકી 10એે જરૂરી પૂર્તતા કરી નિયમ પાળવાનું શરૂ કરતાં તે ઉદ્યોગો ફરી ચાલુ થયા હતા.

વિધાનસભામાં પણ આ મુદ્દો ગાજયો હતો

વિધાનસભામાં આ માહિતી પ્રશ્નોત્તરી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા અપાઈ હતી. આ પ્રશ્નની ચર્ચામાં વિપક્ષ તરફથી એવા આક્ષેપો થયા હતા કે, સાબરમતી નદી શુદ્ધીકરણના દાવા રાજ્ય સરકાર ભલે કરતી, પરંતુ આજની તારીખે પણ ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત કેમિકલ કદડો સાબરમતી નદીમાં વહાવવાનું ચાલુ જ છે, જીપીસીબી દ્વારા આવા ઉદ્યોગોને નોટિસો આપે છે અને પછી એમની સાથે જીપીસીબીના અધિકારીઓ સેટિંગ કરે છે. દાણીલીમડા, નારોલ, શાહવાડી, સૈજપુર વગેરેના ઔદ્યોગિક એકમો દ્વારા સાબરમતી નદીને પ્રદૂષિત કરાતી હોવાની ફરિયાદ દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્યએ જ કરી હતી.